રાજસ્થાનના જોધપુરથી મળ્યા 11 પાક. શરણાર્થીઓના મૃતદેહ, હત્યા કરાયાની આશંકા

  • August 09, 2020 03:58 PM 277 views

રાજસ્થાનનાં જોધપુરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીંના લોડતા અચલાવતા ગામમાં 11 લોકોની મોત થઈ છે. ખેતરમાં આ 11 લોકોનાં મૃતદેહો મળી આવ્યા હતા. તમામ મૃતકો પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.

 

મૃતકો એક જ પરિવાર હોવાનું સામે આવ્યુ છે. મૃતકોમાં 2 પૂરુષ, 4 મહિલા અને 5 બાળકોનો સમાવેશ થાય છે. તેઓ અચલાવતા ગામમાં ખેતરમાં મજૂરી કામ કરતા હતા. તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.  

 

આ સાથે જ એક યુવક ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. જેને પોલિસ દ્વારા નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. પ્રસ્તુત માહિતી અનુસાર મૃતકો પાકિસ્તાનની વિસ્થાપિત ભીલ સમાજના હતા. બધાના મૃત્યુનું કારણ ઝેર અથવા કીટનાશક દવાનું સેવન કરાયુ હોવાનું અનુમાન છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application