વર્કરો માટે રજનીકાંતે આપ્યા રૂપિયા ૫૦ લાખ

  • March 26, 2020 10:38 AM 182 views

 

કોરોના વાયરસે દેશભરમાં વધી રહેલા ખતરાને લઈને રજનીકાંતે મદદ માટે હાથ આગળ કર્યેા છે. રજનીકાંતે ફિલ્મ વર્કર્સ માટે ૫૦ લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. રજનીકાંતે ફિલ્મ ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયા યુનિયન વર્કર્સને આ રકમ દાન કરી છે.

 

દેશભરમાં કોરોના વાયરસના ખતરાના કારણે ફિલ્મો અનેટીવી સિરીયલોના શૂટિંગ બધં કરવામાં આવ્યા છે જેમાં દરરોજ કામ કરતાં વર્કર્સને પોતાનું ગુજરાન ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં રજનીકાંતે આગળ આવીને એક સહયોગ તરીકે આ રકમ દાન કરી છે.

 

મોદીએ પણ અપીલ કરી હતી કે તમામ લોકો આ મુશ્કેલ સમયમાં આગળ આવે અને પોતાની નીચેના માણસોને મદદ કરે. તેમણે અપીલ કરી હતી કે લોકો પોતાના હાઉસ હેલ્પરનો પગાર ન કાપે અને જરૂરિયાતમદં લોકોની મદદ કરે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ૧૬ હજારથી વધુ લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકો આ વાયરસની ઝપટમાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે ૧૧ લોકોના મોત થયા છે.