રાજ કુન્દ્રા કેસની વચ્ચે શિલ્પા શેટ્ટીએ કહ્યું કે, 'ભૂલ થઈ ગઈ.. પણ તે ઠીક છે'

  • August 27, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. રાજ કુન્દ્રાના જેલમાં ગયા પછી, શિલ્પા શેટ્ટી માટે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. જોકે તે પોતાને અને પરિવારને સાંભળવાનો પ્રયાસ કરતી રહી છે. હાલ ફરી એકવાર તે ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ચર્ચામાં આવી છે. 

 

પુસ્તકના વાક્યો શેર કર્યા 

 

શિલ્પા શેટ્ટીએ સોફિયા લોરેન દ્વારા લખેલી પંક્તિઓ શેર કરી. જેમાં લખવામાં આવ્યું છે કે 'ભૂલો જીવન માટે ચૂકવવાની બાકી રકમનો એક ભાગ છે. આપણે કેટલીક ભૂલો કર્યા વિના જીવનને રસપ્રદ બનાવી શકતા નથી. અમે આશા રાખીએ છીએ કે ભૂલો ખતરનાક ન હોવી જોયે જેથી બીજા લોકોને દુઃખ ન પહોંચે... પણ ભૂલો થશે.'

 

 

ભૂલોમાંથી શીખવાની જરૂર 

 

'આપણે ભૂલોને ભૂલી જવા માગીએ છીએ. પરંતુ આપણે તેને સૌથી રસપ્રદ, પડકારરૂપ અને અનુભવોથી ભરેલી વસ્તુઓ તરીકે જોઈ શકીએ છીએ. એટલા માટે નહીં કે આપણે ભૂલો કરી છે પણ એટલા માટે કે અમે તેમની પાસેથી શીખ્યા છીએ. હું ભૂલો કરવા જઈ રહી છું. હું મારી જાતને માફ કરીશ અને હું તેની પાસેથી શીખીશ.' શિલ્પાએ પેજ સાથે એક એનિમેટેડ સ્ટીકર જોડ્યું છે જેમાં લખ્યું છે, 'ભૂલો થઈ ગઈ છે પણ તે ઠીક છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS