રવિવારથી ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ

  • July 08, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ મજબુત બનતા અને બંગાળની ખાડીમાં શનિવારે લો–પ્રેશર સર્જાવાનું હોવાથી વરસાદના જોરદાર રાઉન્ડ માટે તૈયાર રહેવાની ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિવારે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચ જિલ્લામાં તોફાની પવન અને મેઘ ગર્જના સાથે ભારે વરસાદ પડવાની શકયતા છે. આ ઉપરાંત રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર્ર–કચ્છા તથા દીવ–દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અમુક સ્થળોએ પડશે. પવનની ગતિ સરેરાશ ૪૦ કિ.મી.ની આસપાસ રહેશે અને વીજળીના ચમકારા તથા મેઘ ગર્જના પણ થશે.

 


હવામાન ખાતા તેની આગાહીમાં વધુમાં જણાવ્યું છે કે, સોમવારે સૌરાષ્ટ્ર્રમાં બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. આ ઉપરાંત ગુજરાતમાં આણંદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છ અને દીવના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ વધુ મજબૂત બન્યું છે અને તેના કારણે આગામી તારીખ ૧૧ ના રવિવારે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ઉભી થઈ છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ ૧૧ ના રવિવારે બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશા અને તેને સંલ વિસ્તારમાં લો પ્રેશર ઉભું થશે અને તે ૨૪ કલાક માં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ લો પ્રેશરની અસર ના ભાગપે કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર્ર કર્ણાટક કેરલા ઓડીસા આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તારીખ ૯ થી ૧૧ દરમિયાન ભારે વરસાદની શકયતા છે મુંબઈ અને થાણેમાં આગામી શનિ–રવી દરમિયાન ભારે વરસાદને ધ્યાનમાં રાખી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્ર્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 


અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ વધુ મજબૂત થયું હોવાના કારણે દેશના પશ્ચિમ વિસ્તારના દરિયાકાંઠાના ભાગોમાં તારીખ ૯ થી ૧૧ દરમિયાન રેઇનફોલ એકિટવિટી વધી જશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. જોકે અત્યાર સુધી ભારે વરસાદ કરનાર પૂર્વેાત્તરના રાજ્યમાં આજથી વરસાદ ની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થશે તેમ હવામાન ખાતું જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS