સૌરાષ્ટ્રના ૭ ડેમમાં અષાઢી નીર: ૩૯ ઉપર વરસાદ

  • July 13, 2021 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘસવારીનું આગમન થતા સૌરાષ્ટ્રના ૭ ડેમમાં નવા પાણીની આવક થઈ છે અને ૩૯ ડેમની સાઈટ ઉપર વરસાદ નોંધાયો છે. મોસમનો પહેલો સાર્વત્રિક વરસાદ થતા હવે નદી-નાળા અને ચેક ડેમોના વ્હેણ શ‚ થઈ ગયા છે આથી જળાશયોમાં ધીમી ગતિએ નવા નીરની આવક શ‚ થઈ ગઈ છે.
વિશેષમાં સિંચાઈ વિભાગના ફલડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લાના મોજ અને વેણુ-૨ ડેમમાં પોણો ફૂટ, દ્વારકા જિલ્લાના વર્તુ-૨માં ૨.૮૨ ફૂટ, કાબરકામાં ૫.૨૫ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઠાંગામાં ૧ ફૂટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૧૬ ફૂટ અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં નવા પાણીની આવક થઈ છે.


સૂત્રોએ ઉમેર્યું હતું કે, ૩૯ જળાશયોની સાઈટ પર વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લામાં ભાદર-૧ ઉપર ૧૦ મીમી, મોજ ડેમ ઉપર ૧ ઇંચ, ફોફળ ઉપર ૬ મીમી, વેણુ-૨ ઉપર ૫ મીમી, આજી-૧ ઉપર ૭ મીમી, આજી-૨ ઉપર ૧ ઇંચ, આજી-૩ ઉપર ૧૦ મીમી, સોડવદર ઉપર ૧૦ મીમી, સુરવો ઉપર ૧૦ મીમી, ડોંડી ઉપર ૧૫ મીમી, ગોંડલી ઉપર ૫ મીમી, વાછપરી ઉપર ૧૦ મીમી, ગોંડલના વેરી તળાવ ઉપર ૧ ઇંચ, ન્યારી-૨ ડેમ ઉપર ૧૦ મીમી, મોતીસર ઉપર ૧૦ મીમી, ખોડાપીપર ઉપર ૫ મીમી, લાલપરી ઉપર ૧૫ મીમી, છાપરવાડી-૧ ઉપર ૫ મીમી અને કર્ણુકી ડેમ પર ૫ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં મચ્છુ-૨ ઉપર ૨૦ મીમી અને બંગાવડી ઉપર ૫ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં ફૂલઝર-૧ ઉપર ૧૫ મીમી, સપડા ઉપર ૧૫ મીમી, વીજરખી ઉપર ૧૦ મીમી, ડાઈમીણસર ઉપર ૧૦ મીમી, ફોફળ-૨ ઉપર ૧૦ મીમી, ઉંડ-૩ ઉપર ૧૦ મીમી, ઉંડ-૧ ઉપર ૧૫ મીમી, કંકાવટી ઉપર ૫ મીમી, ઉંડ-૨ ઉપર ૧૨ મીમી, વાડીસંગ ઉપર ૧ ઇંચ અને ઉમિયાસાગર ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકા જિલ્લામાં વર્તુ-૧ ઉપર ૩૦ મીમી, સિંધણી ઉપર ૪૦ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સબુરી ડેબ ઉપર ૧૫ મીમી, ત્રિવેણી ઠાંગા ઉપર ૨૦ મીમી અને લીંબડી ભોગાવો-૨ (વડોદ ડેમ) ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર જિલ્લાના સોરઠી ડેમ ઉપર ૧૦ મીમી અને અમરેલી જિલ્લાના સાકરોલી ડેમ ઉપર ૭ મીમી વરસાદ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS