રાજ્યમાં 11 જુલાઈ પછી વરસાદ પડવાની સંભાવનાઃ હવામાન

  • July 07, 2021 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં 11 જુલાઈ પછી વરસાદ પડી શકે છે...સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે...જયારે 11 મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે....કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે 5 જુલાઈ સુધીમાં અંદાજીત 40.54 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે...ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 40.89 લાખ હેક્ટર વાવેતર થયુ હતું...આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 47.39 % વાવેતર થયુ છે...સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી...

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,39,772 MCFT પાણીનો સંગ્રહ છે...જે કુલ સંગ્રહ શકિતના 41.84 % છે...રાજયના 206 જળાશયોમાં 2,05,440 MCFT પાણીનો સંગ્રહ છે...જે કુલ સંગ્રહ શકિતના 36.86 % છે....હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-03 જળાશય એલર્ટ તેમજ વોર્નીગ ઉ૫ર કુલ 05 જળાશય છે...રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 122.94 મી.મી. વરસાદ નોંધાયો છે...  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS