રાજકોટમાં ફરી મેઘરાજાનું આગમન, ગોંડલ પંથકમાં દોઢ કલાકમાં પડ્યો આટલા ઇંચ વરસાદ 

  • September 08, 2021 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી. સૌરાષ્ટ્ર સહીત રાજ્યના તમામ વિસ્તારમાં મેઘરાજાના વધામણાં થતા અન્નદાતાઓ સહીત બધા લોકો રાજી થયા છે. છેલ્લા ત્રણ ચાર દિવસ થાય સંપૂર્ણ ગુજરાતમાં મેઘરાજાએ તેની કૃપા વરસાવી છે. જયારે હાલ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ વરશે છે. ગોંડલ પંથકના ગ્રામ વિસ્તારમાં દોઢ કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 

 

રાજકોટ પંથકમાં હાલ સાર્વત્રિક વરસાદ સાથે ગોંડલ, કોટડા સાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં સવારથીજ વરસાદી માહોલ જોવા મળ્યો છે.  ગોંડલ અને ગ્રામ્ય વિસ્તાર માં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ વસાવડમાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે વાસવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગોંડલ પાસેના ગ્રામ્યમાં દેરડી કુંભાજી,મેતા ખંભાળિયા,વાસાવડ,મોવિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા દિલ ખોલીને વરસ્યા છે. ગોંડલના જામવાડી ગામે ધોધમાર વરસાદ સાથે મકાન પર વીજળી પડી છે. મળતી માહિતી મુજબ જાનહાનિની કોઈ નુકશાની થઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS