રાજકોટમાં સોની બજારમાં બાળ શ્રમિકોને મુક્ત કરાવવા દરોડા : 15 જેટલા ભૂલકાઓને મજૂરી કરતા છોડાવ્યા

  • May 13, 2023 03:26 PM 

શહેરના સોનીબજારમાં આજે સવો ઉઘડતી બજારે જ અચાનક બાળશ્રમ આયોગ વિભાગ, પોલીસ અને એનજીઓએ સંયુકત રીતે મળીને અલગ અલગ ૨૫થી વધુ સ્થળે દરોડા પાડી બે બસ ભરીને ૭૦થી વધુ બાળ શ્રમિકોને મુકત કરાવ્યા હતા. પકડાયેલા મહત્તમ બાળ મજૂરો પિમ બંગાળ તરફના હોવાનું જાણવા મળે છે. પોલીસે બાળકો પાસે વેતરૂ (મજૂરી) કરાવનારા ધંધાર્થીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે.




સોની બજારમાં સોની કામ મજૂરી ઉપરાંત વર્કશોપમાં નાનામોટા કામો, સાફ સફાઈ માટે બાળ મજૂરો રાખવામાં આવે છે. સોનીકામ કરતા કારીગરો મહત્તમ બંગાળ તરફના હોવાથી તેઓના વર્કશોપ કે યુનિટસમાં બંગાળના બાળ મજૂરો વધુ પડતા હોય છે. સોનીબજારમાં બાળ મજૂરોને લઈને આજે બાળશ્રમ આયોગના અધિકારીઓ ટીમ, શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્રારા એનજીઓની મદદથી દરોડાની ગોઠવણ કરાઈ હતી. સાથે ક્રાઈમ બ્રાંચની પણ મદદ લેવાઈ હતી.





અલગ અલગ આઠ ટીમો બનાવીને સુવર્ણ ભુવન કોમ્પ્લેકસમાં સોનીકામ મજૂરીના નાનામોટા વર્કશોપ, યુનિટ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે અગ્યારેક વાગ્યાના અરસામાં અચાનક જ પોલીસ અને બાળશ્રમ આયોગની ટીમો દ્રારા દરોડા પડાતા બિલ્ડિંગમાં ધંધાર્થીઓમાં હલચલ મચી ગઈ હતી. દરોડાના સમાચાર વાયુવેગે સોનીબજારમાં ફરી વળ્યા હતા. અન્યત્ર જયાં જયાં બાળમજૂરો કામ કરતા હતા ત્યાંથી આવા બાળ શ્રમિકોને તાત્કાલિક તેમના ઘરે મોકલી દેવાયા, છૂટા કરી દેવાયા હતા કે આવા યુનિટોના સંચાલકો જ પોતાના યુનિટ બધં કરીને ચાલતી પકડી હતી.





૨૦થી ૨૫ સ્થળોએ ચેકિંગ દરમિયાન અંદાજે ૧૦૦થી વધુ બાળ શ્રમિકો પોલીસને હાથ લાગ્યા હતા. બે બસ ભરીને બાળ મજૂરોને લઈ અવાયા હતા. પોલીસના તપાસનીસ વર્તુળોના કહેવા મુજબ તમામ બાળ શ્રમિકોના નામ–ઉંમર તથા આધાર પુરાવા ચકાસાઈ રહ્યા છે. તપાસ દરમિયાન અંદાજે ૭૦થી વધુ બાળમજૂરો નીકળવાનો અંદાજ છે. જે.જે.વર્કશોપ, યુનિટ પરથી બાળ મજૂરો પકડાયા છે. તે યુનિટના સંચાલકો સામે ગુના નોંધવામાં કે આવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




બે, પાંચ, દસ નહીં પરંતુ એકીસાથે સંખ્યાબધં બાળકો મળી આવતા તે બધાને લઈ જવા માટે પોલીસની જીપ વાહનો ટૂંકા પડયા હતા. બે બસ મંગાવવી પડી હતી અને પોલીસની બે મોટી બસમાં આ બાળકોને લઈ આવવામાં આવ્યા હતા. સોનીબજારમાં દરોડાથી સોનીબજાર ઉપરાંત આસપાસના વિસ્તારમાં કોમ્પ્લેકસોમાં જયા સોની કામના વર્કશોપ ચાલતા હોય ત્યાંથી ફટાફટ બાળ શ્રમિકોને રવાના કરી દેવાયા હતા. પકડાયેલા મહત્તમ દસ વર્ષથી સોળ, સતર વર્ષની વયના છે. અને બંગાળ તરફના વતની છે. કેટલાક વર્કશોપમાં જ રહેતા હોવાનું જયારે ઘણાખરા નજીકમાં રામનાથપરા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application