રાજની 2 ઓફિસ પર દરોડા, મુંબઈ ક્રાઈમ બ્રાંચને મળ્યા 70 વીડિયો, અલગ અલગ પ્રોડકશન હાઉસની પણ સંડોવણી સામે આવી

  • July 22, 2021 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ કુંદ્રા પોર્ન મૂવી કેસમાં ફસાયો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ હાલ રાજ કુંદ્રાની પુછપરછ કરી રહી છે ત્યારે ટીમને એક મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યાનુસાર ક્રાઈમ બ્રાંચને આરોપી ઉમેશ કામતે બનાવેલા અંદાજે 70 વીડિયો મળ્યા છે. આ વીડિયો બનાવવા કામતે અલગ અલગ પ્રોડકશન હાઉસની મદદ લીધી હતી. 

 

સૂત્રોના જણાવ્યાનુસાર હોટશોટ એપ પર અપલોડ કરેલા 20થી 30 મિનિટ સુધીના કુલ 90 વીડિયો ક્રાઈમ બ્રાંચને મળ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ હાલ રાજ કુંદ્રાની પુછપરછ કરી રહી છે. આ દરમિયાન ટીમે રાજ કુંદ્રાને આ વીડિયો પણ બતાવ્યા જે ઉમેશ કામતે બ્રિટનની પ્રોડકશન કંપની કેનરિનને મોકલ્યા હતા. 

 

ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે પુછપરછમાં રાજ સતત એક વાતનું રટણ કરે છે કે તે પોર્ન વીડિયો નથી બનાવતો, તે અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર આવતા ઈરોટિક વીડિયો જેવા વીડિયો બનાવતા હતા. 

 

આંકરી પુછપરછમાં રાજ કુંદ્રાનો સાથી અને આઈટી હેડ રાયન થોર્પેએ જણાવ્યું હતું કે આ રેકેટમાં તેનું કામ રાજ અને અન્ય સ્ટાફને એ જણાવવાનું હતું કે કેવી રીતે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી કાયદાકીય રીતે ફસાતા બચી શકાય. આ દરમિયાન રાજ કુંદ્રાની બે ઓફિસ વિઆન ઈંડસ્ટ્રીઝ લિમિટેડ અને એલજી સ્ટ્રીમિંગ પર પણ દરોડા પડ્યા છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS