↵દ્વારકા તાલુકામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડા
દ્વારકા તાલુકાના મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાંથી પોલીસે ખીમા સીયાભાઈ ચાનપા, દેવા ખેંગારભાઈ ચાનપા, દુદા પરબતભાઈ હાથીયા, લાખા રણમલ ચાનપા અને દેવા અરજણભાઈ ફફલ નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂ. ૪,૪૭૦ ની રોકડ રકમ સાથે કુલ રૂ. ૧૯,૯૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં આંબેડકર સોસાયટીમાંથી અશોક કુંભાભાઈ માંગલીયા, જીવા મુરૂભાઈ માંગલીયા અને મંગા ઉર્ફે કરણ મુરુભાઈ ચાનપા નામના ચાર શખ્સોને મીઠાપુર પોલીસે તીનપત્તિનો જુગાર રમતા રૂ. ૨,૮૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દ્વારકા પોલીસે ટીવી સ્ટેશન વિસ્તારમાંથી વરજાંગભા હમીરભા કેર અને ડાડુભા રાજાભા બઠીયાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.