BREAKING NEWS

જામનગર શહેર-જીલ્લામાં વિદેશી દારૂ અંગે ૮ સ્થળે દરોડા

  • May 18, 2026 02:35 PM 

જામનગર શહેર-જીલ્લામાં વિદેશી દારૂ​​​​​​​ અંગે ૮ સ્થળે દરોડા

આયુર્વેદીક કોલોનીમાં બે લાખનો દારૂ​​​​​​​ કબ્જે : મહિલા ફરાર : પટેલ વાડીમાં શરાબનો જથ્થો જપ્ત, શખ્સ રફુચકકર : જાયવા, પટેલવાડી, રોજી સર્કલ, રંગમતી આવાસ, હર્ષદમીનલ ચાલી, એસટી રોડ ખાતે પોલીસ પ્રગટી : નાની-મોટી દારૂ​​​​​​​ની બોટલો કબ્જે

જામનગરમાં આયુર્વેદીક કોલોનીમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૧૨૫ બોટલ અને શરાબના ૧૭૨ ચપટા મળી ૨.૧૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે મહિલાને ફરાર જાહેર કરવામાં આવી હતી તેમજ રામેશ્ર્વરનગર પટેલવાડીમાં એક મકાનમાં દરોડો પાડીને શરાબની નાની મોટી બોટલો મળી એક લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જેમા પણ આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે, આ ઉપરાંત રોજી પેટ્રોલ પંપ સર્કલ, આણંદપર, પટેલ વાડી, જાયવા રોડ, રંગમતી આવાસ નજીક, હર્ષદમીલની ચાલી રોડ, એસટી રોડ ખાતે પોલીસે દરોડા પાડીને દા‚ સાથે શખ્સોને દબોચી લીધા હતા.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની તથા ડીવાયએસપી જે.એન. ઝાલાએ જામનગર જીલ્લામાં દારૂ​​​​​​​ જુગારની બદી નેસ્ન નાબુદ કરવા તથા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા સચુના કરતા સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સીટી-બી સ્ટાફના અજયસિંહ, જયપાલસિંહ, જયદીપસિંહને મળેલ ખાનગી હકીકત આધારે શહેરમાં આયુર્વેદીક કોલોની સી-બ્લોક નં. ૧૬માં આશાબા ઉર્ફે આશુબા અનિરુઘ્ધસિંહ સોઢાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ​​​​​​​નો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી હકીકત આધારે રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારૂ​​​​​​​ની ૧૨૫ બોટલો કિ. ૧.૫૩.૬૦૦ તથા ચપલા ૧૭૨ કિ. ૬૦.૨૦૦ મળી કુલ ૨૯૭ બોટલો કી. ૨.૧૩.૮૦૦નો મુદામાલ કબ્જે કરી મહિલા આરોપી વીરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતો દારૂ​​​​​​​નો જથ્થો રાખવના મહિલા આરોપીને ફરાર જાહેર કરી હતી. 

દરમ્યાનમાં સીટી-બી ડીવીઝન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ જેના આધારે શહેરના રામેશ્ર્વરનગર, પટેલવાડી શેરી નં. ૧માં રહેતા શકિતસિંહ મે‚ભા સોઢાએ રહેણાંક મકાને વેચાણ અર્થે ઇંગ્લીશ દારૂ​​​​​​​નો જથ્થો રાખેલ છે જે બાતમી આધારે પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ​​​​​​​ની ૪૩ બોટલ તથા ૧૭૯ ચપટા મળી કુલ ૧.૦૪.૦૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા વખતે દારૂ​​​​​​​નો જથ્થો રાખનાર શકિતસિંહ સોઢા નાશી ગયો હતો જેની શોધખોળ આદરી તેની સામે પ્રોહીબીશન મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત નાઘેડી રોડ આશીર્વાદ રીસોર્ટમાં નોકરી કરતા મુળ નગડીયા ગામના દિલીપ બાબુ અમર નામના શખ્સને ઇંગ્લીશ દારૂ​​​​​​​ના બે ચપટા સાથે રોજી પેટ્રોલ પંપ નજીકના સર્કલ પાસેથી પકડી લીધો હતો. જયારે કાલાવડના આણંદપર ગામમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો રાજેશ બગડાને શરાબના ૧૦ ચપટા સાથે દબોચી લીધો હતો તેમજ ધ્રોલના ગઢડા ગામમાં રહેતા ક્રિપાલસિંહ દિલીપસિંહ જાડેજાને શરાબના બે ચપટા સાથે જાયવા નજીક પકડી પાડયો હતો.

અન્ય દરોડામાં જામનગરના રવિ પેટ્રોલ પંપ પાછળ રહેતા વિશાલ જયેન્દ્ર જેઠવાને દા‚ની એક બોટલ સાથે હાપા રંગમતી આવાસ પાસેથી પકડી લીધો હતો. તેમજ જામનગરના પટેલનગર-૧માં રહેતા ધવલ સુરેશ પુરબીયાને શરાબના એક ચપટા સાથે હર્ષદમીલની ચાલી રોડ પરથી ઝડપી લીધો હતો. જયારે ખોડીયાર કોલોની ચોકીની બાજુમાં રહેતા યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાને દારૂ​​​​​​​ના બે ચપટા સાથે એસટી રોડ પરથી પકડી પાડયો હતો. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application