ઉપલેટાના રાજપરા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો: નવ શખસો ઝડપાયા

  • March 31, 2023 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે રાજપરા ગામની સીમમાં રાણાકંડોરણાના શખસની વાડીમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા વાડી માલિક સહિત નવ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટ્ટમાંથી રોકડ રૂપિયા ૯૦,૩૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ભાયાવદર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી હકીકત મળી હતી કે, રાજપરા ગામની કરાર સીમમા રાણા કંડોરણાનો આલા ઉર્ફે રાજુ ચનાભાઈ રાતીયા પોતાની વાડીમાં જુગારધામ ચલાવી રહ્યો છે. જેથી ભાયાવદર પોલીસે અહીં દરોડો પાડતા અહીં જુગાર રમતા વાડી માલિક સહિત નવ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂ.૯૦૩૦૦ કબજે કર્યા હતા.જુગાર રમતા પકડાયેલા શખસોમાં વાડી માલિક આલા ઉર્ફે રાજુ ચનાભાઈ રાતીયા (ઉ.વ ૪૯), અશ્વિન માધવજીભાઈ હિંડોચા (ઉ.વ ૪૭ રહે. વડવાલા રાણાવાવ), ભીમા રાયમલ ચાવડા (ઉ.વ ૫૦ રહે રોગહડા ,કુતિયાણા) લીલા રામભાઈ કારાવદરા(ઉ.વ ૩૨ રહે. વડવાલા, રાણાવાવ), સુરેશ નાગદાનભાઈ છૈયા(ઉ.વ ૪૪ રહે વાડાલા તા. કુતિયાણા), ડાયા આલાભાઇ ભરડા (ઉ.વ ૫૨ રહે બાંટવા), પ્રવીણ પરસોત્તમભાઈ દલસાણીયા (ઉ.વ ૬૦ રહે.ઉપલેટા) રાજુ દાસાભાઈ વંદા (ઉ.વ ૨૮ રહે. રોગહડા તા.કુતિયાણા) અને અલ્પેશ નાથાભાઈ ઓડેદરા (ઉ.વ ૨૬ રહે રાજપરા,ઉપલેટા) નો સમાવેશ થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application