રાહુલ વૈદ્ય અને દિશા પરમાર જોડાયા લગ્ન બંધનમાં ?, જુઓ ફોટો

  • April 10, 2021 09:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ઘણા દિવસોથી રાહુલ વૈદ્ય અને દિશા પરમારની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં વરરાજા અને દુલ્હન બંને નજરે પડે છે. હવે રાહુલ-દિશાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથે લખ્યું છે એક નવી શરૂઆત. કેટલીક વીડિયો ક્લિપ્સ પણ વાયરલ થઈ રહી છે જેમાં અલી અને જાસ્મિન પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે. ચાહકોએ રાહુલ અને દિશાની આ તસવીરોને જોઇને અભિનંદન આપવાની શરૂઆત કરી દીધી છે. જો કે, બંનેના ચાહકો માટે સમાચાર એ છે કે આ તસવીરો વાસ્તવિક જીવનની નહીં પણ રીલ લાઇફની છે.
 

રાહુલ વૈદ્યે દિશા સાથે એક સુંદર તસ્વીર શેર કરી છે. આમાં રાહુલ વરરાજાની જેમ સજ્જ છે અને દિશા દુલ્હનની જેમ તૈયાર થયેલી છે. દિશાએ પણ આ જ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે ચાહકો તેમને આ પોસ્ટ પર અભિનંદન આપી રહ્યા છે. જોકે, આ ગેટઅપમાં રાહુલ અને દિશાની તસવીરો છેલ્લા ઘણા દિવસોથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહેવાલો અનુસાર રાહુલ અને દિશાનો નવો મ્યુઝિક વીડિયો આવી રહ્યો છે. તેના શૂટિંગની તસ્વીર અને વીડિયો ક્લિપ્સ વાયરલ થઈ રહી છે. ગીતના શૂટિંગ માટે રાહુલ વૈદ્ય દિશા સાથે ચંદીગઢ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application