કોરોના કાબૂમાં લેવા નિયુકત કરાયેલા નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાનું રાજકોટમાં આગમન: વેક્સિનેશન સેન્ટરો રાત્રે 9-30 વાગ્યા સુધી ચાલુ રાખવા સુચના: આવતાની સાથે જ કોવિડ સંબંધિત સ્થિતિની અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી
કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારાનો સિલસિલો ફરી શ થઈ જતાં ગુજરાત સરકારે નોડેલ ઓફિસર તરીકે રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે નિયુકત કરેલા ઉદ્યોગ કમિશનર રાહલ ગુપ્તા આજે બપોરે રાજકોટ આવી પહોંચ્યા હતા અને આવતાની સાથે જ નવી કલેકટર કચેરીએ પહોંચીને કોવિડ સંબંધિત સ્થિતિની સમીક્ષા જુદા જુદા વિભાગો અને અધિકારીઓ સાથે કરી હતી.
સવારે 11-30 વાગ્યાની આસપાસ રાજકોટમાં આવી પહોંચ્યા બાદ સર્કિટ હાઉસ પાસે ટૂંકું રોકાણ કરી રાહલ ગુપ્તા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા સહિતના અધિકારીઓને મળીને સમીક્ષા કરી હતી. બાદમાં મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગમાં અધિકારીઓને પણ બોલાવી તેમની સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજકોટમાં ગઈકાલ રાત્રે 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં આવી ગયો છે કોરોના વેક્સિનેશન ડબલ કરવા માટેની રાજ્ય સરકારની સુચના અનુસંધાને આજથી તમામ વેક્સિનેશન સેન્ટર સાંજે છ વાગ્યાના બદલે રાત્રીના 09: 30 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત કોરોના વેકશીનેશન માટેના સેન્ટરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. હાલ સમગ્ર રાજ્યમાં સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેક્સિનેશન થાય છે તે વધારીને 3 લાખ કરવા સુચના આપવામાં આવી છે.
ગઈકાલે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અદ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય સચિવ અનિલ મૂકીમ અગ્ર સચિવ કે. કૈલાશનાથન અધિક મુખ્ય સચિવ પંકજકુમાર મનોજકુમાર દાસ જયંતિ રવિ અંજુ શમર્િ સહિતનાઓ જોડાયા હતા. બાદમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમે તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરીને કોરોના સામેના જંગમાં લડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. વેક્સિનેશન ડબલ કરવા માટે સરકારે સૂચના આપી છે અને તેના કારણે આજથી તમામ વેક્સિનેશન સેન્ટર સાંજે 6 વાગ્યાના બદલે રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત છાત્રાલયો, જ્ઞાતિના હોલ, શાળાઓ, કોલેજો સહિત જે કોઈ જગ્યા વેક્સિનેશન માટે યોગ્ય જણાશે તેવી જગ્યાએ વેક્સિનેશન આપવાની દિશામાં પણ વિચારાઈ રહ્યું છે. વેક્સિનેશન સેન્ટરો બાદ તેમાં ઝડપ આવશે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોને વેક્સિનેશન આપવામાં આવે છે પરંતુ મોટી સંખ્યામાં લોકોએ હજુ વેક્સિન ન લીધી હોવાનું જણાઈ રહ્યું છે. આ તમામ લોકોને તાત્કાલીક વેક્સિન લઈ લેવાની મારી અપીલ છે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે. શહેરી વિસ્તારમાં કેસની સંખ્યા વધે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓનું પ્રમાણ ઓછું છે. વેન્ટિલેટર પર રાખવા પડે અને ગંભીર થાય તેવા દર્દીઓની સંખ્યા પણ ઓછી છે. આમ છતાં અમે કોઈ પ્રકારનો ચાન્સ લેવા માગતા નથી અને સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. લોકોએ પણ હવે બેકાળજી રાખવી ન જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech