આસામમાં FIR નોંધાતા રાહુલ ગુસ્સે ભરાયા, હિમંતા બિસ્વાને ગણાવ્યા સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી !

  • January 23, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. જેને લઈને ભારે રાજનીતિ ચાલી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા અને રાહુલ ગાંધી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આસામના ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવી છે. આ પછી કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને પ્રદર્શન કર્યું હતું. કેટલાક કાર્યકરોએ બેરિકેડ તોડીને આસામ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પોલીસને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ બાદ ગુસ્સે ભરાયેલા રાહુલ ગાંધીએ હિમંતા બિસ્વા સરમાને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા છે.


રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા જે પણ કરી રહ્યા છે તેનાથી અમારી યાત્રાને ફાયદો થઈ રહ્યો છે. આસામના સીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસિદ્ધિ આપીને અમને મદદ કરી રહ્યા છે. હવે, આસામમાં મુખ્ય મુદ્દો યાત્રા છે...આ તેમની ડરાવવાની વ્યૂહરચના છે...અમારો ન્યાયનો સંદેશ લોકો સુધી પહોંચી રહ્યો છે. રાહુલે કહ્યું કે હિમંતા આસામ ચલાવી શકે નહીં. ભાજપના કાર્યકરોને પણ હિમંત પસંદ નથી.



રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આસામમાં સમસ્યા સ્પષ્ટ છે, આ રાજ્યના મુખ્યમંત્રી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રીઓમાંના એક છે. મને મંદિર અને યુનિવર્સિટી જતા અટકાવવો, મારી કૂચ અટકાવવી એ એક રણનીતિનો ભાગ છે, અમે ડરવાના નથી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને લગભગ 100 લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને 6000 કિલોમીટરનું અંતર કાપીને 20 કે 21 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.


આ પહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, આ આસામની સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી નક્સલવાદી રણનીતિઓ આપણી સંસ્કૃતિની તદ્દન વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તમારા(રાહુલ ગાંધીના) બેજવાબદાર વર્તન અને માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે હવે ગુવાહાટીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશક જીપી સિંહને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News