દ્રવિડને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનવાની ઓફર મળી હતી, પરંતુ આ કારણે તેણે કરી દીધી મનાઈ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
સીઓએના ચેરમેન રહી ચૂકેલા વિનોદરાયે એ બાબતની સ્પષ્ટતા કરી છે કે રાહુલ દ્રવિડને ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માટે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે આ પદ માટે મનાઈ કરી દીધી હતી, તેની પાછળનું મુખ્ય કારણ તેમના પરિવારને સમય આપી ન શકવાનું જણાવ્યું હતું. જોકે ત્યાર બાદ આ પદ રવિ શાસ્ત્રીને સોંપવામાં આવ્યું હતું.

 

અનિલ કુંબલેએનો વર્ષ 2017માં કાર્યકાળ સમાપ્ત થયા બાદ વિનોદ રાયે દ્રવિડને ભારતીય ટીમના કોચ બનવા માટે ઓફર કરી હતી. પરંતુ દ્રવિડે આ બાબતમાં તેનો સાથ આપ્યો ન હતો. દ્રવિડે તે વખતે ઇન્ડિયા એ અંદર 19 ના કોચ તરીકે કામ કરી રહ્યા હતા.

 

એવામાં જ્યારે દ્રવિડને જણાવવામાં આવ્યું  ત્યારે તેમણે પોતાનો પક્ષ રાખી અને જણાવ્યું હતું કે મારા ઘરમાં બે બાળકો છે જે મોટા થઈ રહ્યા છે અને હું સમગ્ર વિશ્વમાં ભારતીય ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો છું. જેના કારણે બાળકોને ધ્યાન આપી રહી શકતો નથી. મને એવું લાગે છે કે ઘરમાં સમય આપવો જોઈએ , અને તેનો પરિવાર તેના માટે પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું.

 

સીઓએનું માનવું હતું કે ભારતના મુખ્ય કોચના રૂપે દ્રવિડ જેવો વિકલ્પ બીજુ કોઈ ન હોઈ શકે. દ્રવિડ અંડર 19 સાથે કામ કરવાનું ચાલુ રાખવા માગતા હતા, કારણકે ત્યાં તેને સારું પરિણામ મળી રહ્યું હતું. ગત વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ બન્યા બાદ દ્રવિડ વિશે રાયે આમ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS