રઢિયાળી રાતનો રંગ જો જે જાય ના...શનિવારે શરદપૂનમ

  • October 29, 2020 07:05 PM 391 views
  • આ દિવસે વ્રતની પૂનમ: ચંદ્ર પણ સોળે કળાએ ખીલશે

 

આસો શુદ પૂનમને શનિવારના 31-10-20ના દિવેસ શરદપૂનમ છે અને આજ દિવસે વ્રતની પૂનમ છે. એક વર્ષમાં બાર પુનમ આવે છે તેમ શરદ પૂનમનું મહત્વ વધારેછે શરદ પૂનમના દિવસે ચંદ્રમા 16 કળાએ ખીલી ઉઠે છે અને પોતાનું તેજ પૃથ્વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્વ શરદ પૂનમની રાત્રે પ્રકારે પૃથ્વી પર પડે છે.


શરદ પૂનમની સાંજના લક્ષ્મીપૂજન થાય છે. શ્રીયંગનું પૂજન કરવું શ્રેષ્ઠ છે. સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવુ સાકારવાસ દૂધનો તેના પર શ્રીસુકત બોલતા બોલતા અથવા ૐ મહાલક્ષ્મૈ નમ: બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શરદ પૂનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે.
શરદ પૂનમની રાત્રે ચંદ્રમા પોતાનું સંપૂર્ણ અમૃત તત્વપી તેજ પૃથ્વી પર પાડતા હોવાથી પોતાની અગાસીમાં રાત્રે સાકરવાળુ દૂધ અને પૌવા થોડીવાર રાત્રે 12 વાગ્યે મુકી અને તેનો પ્રસાદ લેવો તેનું મહત્વ વધારે છે તેનાથી શરીરની આરોગ્યતા સારી રહે છે અથવા તો આખી રાત સાકર મુકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય.
શરદ પુનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં દોરો પોરવાથી આંખોનું તેજ અને બળ વધે છે.


આયુર્વેદમા પણ શરદપૂનમનું મહત્વ વધારે છે.
શરદ પુનમની રાત્રે કૃષ્ણ ભગવાનની ભક્તિનું મહત્વ પણ વધારે રહેલું છે.
જયોતિષની દ્રષ્ટિએ જે લોકોને ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં કેમ કુમયોગ ગ્રહણ યોગ વિષયોગમાં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જપ પુજા કરવાથી અથવા તો કરાવાથી રાહત મળે છે. શરદ પૂનમના દિવસે સવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક છે.


લક્ષ્મી પૂજાનો સાંજનો શ્રેષ્ઠ સમય શનિવારે શરદ પૂનમના દિવસે સાંજે 6.10થી 8.42 સુધીનો છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application