કોરોનાથી બચવું હોય તો ધૂમ્રપાનની કુટેવ છોડી કરો આ 6 કામ 

  • March 24, 2020 01:09 PM 841 views

 

શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તેને કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી લાગતું નથી. તેવામાં માત્ર આહાર પર જ ધ્યાન આપવામાં આવે તે પુરતું નથી. લોકો પોતાની કેટલીક કુટેવોને પણ છોડવી જરૂરી છે. આ સિવાય હાલના સમયમાં શું કરવાથી કોરોનાથી રક્ષણ મળે તે પણ જાણો.   


1. રસીકરણની મદદથી તમે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકો છો. જે શરીરને ચેપથી સુરક્ષિત કરશે.

2. તમારી જાતને શારીરિક રીતે ફીટ રાખો. રોજ 30 મિનિટ સુધી વર્કઆઉટ કરો.   

3. સ્ટ્રેસ ઓછો લેવો. માનસિક હતાશા રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે.

4. આહારમાં એવી વસ્તુઓ જ લેવી જે તાજી હોય અને રોગપ્રતિકારક શક્તિ વધારે.

5. સારી ઊંઘ લો.  

6. ડાયટિંગ કરવાનો વિચાર હાલ છોડી અને સંતુલિત આહાર લેવો.

7. જો તમે ધૂમ્રપાન કરો છો તો વહેલી તકે તેને છોડી દો. કારણ કે કોરોના ફેંફસાનો રોગ છે અને ધૂમ્રપાન કરવાથી ફેંફસા નબળા પડી જાય છે.