રાજકોટમાં બપોર સુધીમાં ૧૧૨ કેસ વેકિસનેશનમાં કતારો માથાકૂટ

  • May 13, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોગ્ય કેન્દ્રો પર ધકકામુકકી: વહેલી સવારે ૭ વાગ્યાથી લોકો ટોકન લેવા લાઈન લગાવે છે: એસએનકે ચોકમાં આવેલી શિવશકિત શાળા નં.૯૨માં ધસારો થતા માથાકૂટ

 


રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક હદે પ્રસરી ગયું હોય ટેસ્ટિંગ ઘટાડવા છતાં લગાતાર પોઝિટિવ કેસ મળવાનું ચાલુ રહ્યું છે. દરમિયાન આજે બપોર સુધીમાં વધુ ૧૧૨ કેસ મળતા હાલ સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૮,૬૬૨એ પહોંચી ગઈ છે. એક તરફ કોરોનાના નવા કેસ મળવાનું ચાલુ છે. બીજી તરફ મહાપાલિકા તત્રં દ્રારા લગાતાર પૂરજોશમાં વેકિસનેશન પ્રોગ્રામ ચાલુ રાખવામાં આવ્યો છે. હવે વેકિસનની અછત નથી પરંતુ વ્યવસ્થાનો અભાવ છે. મહાપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો પર વેકિસન લેવા ભારે ધસારો થઈ રહ્યો હોય દરરોજ અવ્યવસ્થા સર્જાઈ રહી છે. દરમિયાન આજે યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં એસએનકે સ્કૂલ નજીક આવેલી શિવશકિત પ્રાથમિક શાળા નં.૯૨ના વેકિસન સેન્ટર પર ભારે ધસારો થતાં માથાકૂટ થયાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર રાજકોટમાં ગઈકાલે ૫૬૭૮ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૮૬ પોઝિટિવ મળ્યા હતા અને આ સાથે હાલ સુધીના કુલ કોરોના કેસની સંખ્યા ૩૮,૬૨૨ થઈ છે. હાલ સુધીમાં કુલ ૧૦,૭૮,૫૧૪ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૩૮,૬૨૨ દર્દીઓ પોઝિટિવ મળતા પોઝિટિવિટી રેઈટ ૩.૫૭ ટકા રહ્યો છે. યારે હાલ સુધીમાં કુલ ૩૫,૬૬૩ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે અને રિકવરી રેઈટ ૯૨.૬૦ ટકા રહ્યો છે. ગઈકાલે ૪૧૩ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

 

 

મહાપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો  ઉપરાંત શાળા સંકૂલોમાં વેકિસન આપવામાં આવી રહી છે પરંતુ નાગરિકોનો પ્રચડં ધસારો હોય અવ્યવસ્થા સર્જાઈ રહી છે. વેકિસન લેવા માટે શું કરવાનું, કયાં જવાનું, કયારે પહેલો ડોઝ લેવાનો, કયારે બીજો ડોઝ લેવાનો, ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોએ કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું તેમજ ૪૫થી ૫૯ વર્ષની વયના નાગરિકોએ શું કરવાનું. આ અંગે વખતો વખત મહાપાલિકા તત્રં દ્રારા જે માહિતી અને માર્ગદર્શન જાહેર થવા જોઈએ તે સમયસર થતા ન હોય નાગરિકો ભારે ગૂંચવણમાં મુકાઈ રહ્યા છે.

 

૪૫થી ૫૯ વર્ષની વયના નાગરિકો ઓનલાઈન માટે મથામણ કરતા હોય છે અને આરોગ્ય કેન્દ્રો પર જાય ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની જરૂર હોતી નથી તેમનો વારો વહેલા તે પહેલાંના ધોરણે ટોકન પધ્ધતિ મુજબ સીધો જ આવી જાય છે ! બીજીબાજુ ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ત્રણ–ચાર દિવસ મહેનત કરે ત્યારે માંડ માંડ રજિસ્ટ્રેશન થાય છે. આ પરિસ્થિતિનું નિવારણ આવે તે જરૂરી છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ યુનિ. રોડ પરની શિવશકિત પ્રાથમિક શાળાના વેકિસન સેન્ટર પર આજે સ્ટાફ અને નાગરિકો વચ્ચે માથાકૂટના બનાવો બન્યા હતા. આજથી નવા ટોકન અમલી કરવામાં આવ્યા હોવા છતા ત્યાં આગળ જૂના પૂઠાના ટોકન ચાલુ રાખવામાં આવતા દેકારો બોલી ગયો હતો. તદ ઉપરાંત આ સેન્ટર પર નાગરિકોનો ધસારો વધતા ધકકામુકકીના ધ્શ્યો પણ સર્જાયા હતા. આ કેન્દ્ર પર વિશેષ ધસારો રહેતો હોય અહીં વધુ વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે જેથી માથાકૂટ–ઘર્ષણના બનાવો નિવારી શકાય.થ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS