BREAKING NEWS

ખંભાળિયા: રાવલ ગામેથી દેશી દારૂનો જથ્થો જપ્ત

  • May 15, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: રાવલ ગામેથી દેશી દારૂનો જથ્થો જપ્ત

૫૭ લીટર દારૂની ૧૧૪ કોથળી સાથે એકની અટક: એક ફરાર 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી પોલીસે બાતમીના આધારે દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.કે. માડમ અને કોન્સ્ટેબલ મુન્નાભાઈ લગારીયાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે રાવલ ગામના બારીયાધાર વિસ્તારમાં રહેતા આરોપી લઘુભાઈ રણમલભાઈ સરવૈયાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસને મકાનમાંથી અડધા-અડધા લિટરની કુલ ૧૧૪ પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો ૫૭ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૧,૪૦૦ જેવી થાય છે. પોલીસે આ મુદ્દામાલ સાથે આરોપી લઘુભાઈ સરવૈયાની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના પાસ્તર ગામના રહેવાસી રમેશભાઈ દેવાભાઈ મોરીએ વેચાણ અર્થે પૂરો પાડ્યો હતો, જેથી પોલીસે તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application