રાજકોટમાં એક સાહનું લોકડાઉન નાખો: ચેમ્બર

  • April 24, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવીને રાજકોટ શહેરમાં એક સાહનું લોકડાઉન નાખવા માગણી કરવામાં આવી છે. સ્વયંભૂ અને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન થતું ન હોય જો રાય સરકાર લોકડાઉન નાખે તો જ તે ખરા અર્થમાં સફળ રહે તેમ જણાતા ઉપરોકત નિર્ણય કરી મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે આજે આ અંગેનો પત્ર મુખ્યમંત્રીને રવાના કર્યેા છે. અલબત્ત ઉધોગો ચાલુ રહે અને તે સિવાયનું સમગ્ર શહેર બધં રહે તેવું લોકડાઉન આપવા અનુરોધ કરાયો છે.

 

 

વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં દિવસે દિવસે કોરોના વાયરસનું સંક્રમણ ભયંકર હદે પ્રસરી રહ્યું હોય આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને ગઈકાલે રાજકોટ ચેમ્બર દ્રારા શહેરના વ્યાપાર ઉધોગ જગતના ૨૬ જેટલા વિવિધ એસોસિએશનો સાથે ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ ઓનલાઈન મિટિંગમાં રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશન, જેમ્સ એન્ડ વેલરી એસો., રાજકોટ ગૂડઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસો., રાજકોટ ઓપ્ટિકલ એસો., રાજકોટ ઈલેકટ્રીક લાયસન્સ કોન્ટ્રાકટર એસો., રાજકોટ ઈમિટેશન વેલરી એસો., ગુજરાત મિનિ સિમેન્ટ એસો., સૌરાષ્ટ્ર્ર સ્ટોન મર્ચન્ટ એસો., અટિકા ઈન્ડ. એસો., વાવડી ઈન્ડ. એસો., ભાગ્યલમી ઈન્ડ. એસો., પ્લાસ્ટિક મેન્યુ એસો., ગુંદાવાડી એસો., ધર્મેન્દ્ર રોડ એસો., લાખાજીરાજ રોડ એસો., કોઠારિયાનાકા એસો. સહિતના એસોસિએશનના પ્રતિનિધિઓ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

આ મિટિંગમાં ઉપરોકત તમામ વેપારી સંગઠનો સાથે ચેમ્બરે વિચાર–વિમર્શ કરી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન જરૂરી હોવાની ચર્ચા–વિચારણા કરી હતી. કોરોનાની સ્થિતિ પણ ભયાનક છે અને વ્યાપાર ઉધોગ જગતની હાલત પણ સારી નથી. આવા સંજોગોમાં તમામ એસો.એ એવો સૂર વ્યકત કર્યેા હતો કે, ગુજરાત સરકાર જ રાજકોટમાં એક સાહનું લોકડાઉન જાહેર કરી દે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટને બાદ રાખીને લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી હતી. ઔધોગિક વસાહતો ચાલુ રહે અને બાકી સંપૂર્ણ લોકડાઉન રહે તેવો સૂર ઉઠયો હતો. આ તકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોરોનાને બિલકુલ હળવાશથી લેવો નહીં અને વેપારીઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ સાબુ કે સેનેટાઈઝરથી હાથ ધોતા રહે તેમજ વેકિસન પણ અચૂકપણે લેવા માટે સર્વેને અપીલ કરી હતી. આ ઉપરાંત તમામ વેપારી એસોસિએશને પોતાની પરિસ્થિતિ મુજબ સ્વયંભૂ બધં પાળવા માટે પણ અપીલ કરી હતી.

 


જેમ્સ એન્ડ વેલરી એસો. દ્રારા સોમવાર સુધી લોકડાઉન


શહેરમાં કોરોના ની ગતિ તેજ બનતા અલગ–અલગ બજારો અને ઔધોગિક ઝોન સ્વૈચ્છિક રીતે વેપાર રોજગાર બધં રાખીને કોરોના ની ચેન ને બ્રેક કરવાની ઝુંબેશ માં લાગી ગયા છે. સોની બજારમાં ઝવેરીઓ ૨૫ એપ્રિલ સુધી તેમના શો મ અને દુકાનો બધં રાખ્યા છે ત્યારે હવે આ લોકડાઉન માં જેમ્સ એન્ડ વેલેરી અસોસિયેશન સંલ શોમ અને મેન્યુફેકચરિંગના ધંધાર્થીઓએ તારીખ ૨૬ એપ્રિલ સુધી તેમનો વેપાર બધં રાખશે.

 


આ સાહમાં રાજકોટના અલગ–અલગ એસોસિએશન દ્રારા બે થી લઈ ૫ દિવસ સુધી વેપાર બધં રાખવા માટે નિર્ણય લીધો હતો જેને સફળ પ્રતિસાદ પણ મળી રહ્યો છે આ દરમિયાન આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા પણ એક સાહ નું લોકડાઉન આપવા માટે તંત્રમાં રજૂઆત કરાઇ છે.

 


સોની બજારમાં આવે જેમ્સ એન્ડ જવેલરી એસો. ના પ્રમુખ જયસુખભાઇ રાણપરા અને ઉપપ્રમુખ મયુરભાઈ આડેસરા એ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના ની પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે સોની બજાર પણ ભરચક વિસ્તાર હોય વધતા ટ્રાફિકની અટકાવવા માટે લોકડાઉન જ એક વિકલ્પ બચ્યો હતો આથી, અમારા એસોસિએશનને પણ તારીખ ૨૨ થી લઇ ૨૬ એપ્રિલ સુધી ધંધા–રોજગાર બધં રાખવાનો નિર્ણય લીધો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS