લગ્ન અને ધાર્મિક પ્રસંગો ઉપર પંદર દિવસ માટે પ્રતિબધં મુકો: હાઈકોર્ટ

  • May 11, 2021 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સુઓમોટો મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ છે. સુનાવણી પહેલા રાય સરકારે  ૫૬ પેજનું સોગદનામું રજુ કયુ છે. રાય સરકારે આરટીપીસીઆરના નવા મશીનમાં વધારો કર્યેા હોવાનો દાવો કર્યેા છે. હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી દરમિયાન ગુજરાત એડવોકેટ એસોસિએશન વતી શાલીન મહેતાએ એવી રજૂઆત કરી હતી કે, લગ્ન સમારોહ પર ૧૫ દિવસ માટે પ્રતિબધં મુકાવો જોઈએ અને લમાં માણસોની સંખ્યામાં પણ ઘટાડો થવો જોઈએ. ત્યાર બાદ હાઈકોર્ટે પણ એવું ફરમાન કર્યું હતું કે, રાયમાં જો કેસ ઘટાડવા હોય તો લગ્ન અને ધામિર્ક પ્રસંગો પર ૧૫ દિવસ માટે પ્રતિબધં મુકો તેની સામે સામે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વિચારણા કરશે તેવો જવાબ આપ્યો હતો.

 


આ રજૂઆતને પગલે હાઈકોર્ટની બેન્ચે પણ એમ ઠરાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લગ્ન સમારોહની સંખ્યા ૫૦ની છે તેમાં ઘટાડો કરવાની આવશ્યકતા છે. આ અંગે એડવોકેય જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટને એવી ખાતરી આપી હતી કે, આ અંગે સરકાર વિચારણા કરશે. શાલીન મહેતાએ એવી રજૂઆત પણ કરી હતી કે, અંતિમ યાત્રાઓમાં તેમજ અંતિમવિધિઓમાં પણ લોકોની સંખ્યામાં ઘટાડો કરવાની જરૂર છે. રેમડેસિવિર ઇન્જેકશન પર રાય સરકારને એક દિવસના ૧૬ હજાર ૧૧૫ ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે તો અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ૨ લાખ ૩૪ હજાર રેમડેસિવિરની માગ સામે ૧ લાખ ૮૩ હજાર ૨૫૭ ઇન્જેકશન આપ્યાનો ઉલ્લેખ સોગંદનામામાં કરાયો છે. રાય સરકારે હોસ્પિટલના બેડમાં ૧ લાખ ૭ હજાર ૭૦૨ બેડનો વધારો કયો હોવાનો સોગન્દનામમાં ઉલ્લેખ કર્યેા છે.  ૨ હજાર ૫૪૭ હોસ્પિટલમાં ૧ લાખ ૭ હજાર ૭૦૭ બેડ ઉપલબ્ધ છે. ૬૦ હજાર ૧૭૬ ઓકિસજન બેડ, ૧૩ હજાર ૮૭૫ આઇસીયુ બેડ, ૬ હજાર ૫૬૨ વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ હોવાનું સરકારે જણાવ્યું. ગામડામાં સંક્રમણ અટકવવા રાય સરકારે વિશેષ માં ગામ કોરોના મુકત ગામ અભિયાન શ કયુ છે.

 


આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓકિસમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ, પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પૂરી પડવામાં આવે છે. આ કાર્યક્રમમાં હેઠળ ૮ હજાર ૭૭૩ દર્દીને દાખલ કરી સારવાર આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યેા છે. ગ્રામ્ય સ્તરે પણ  ટેસ્ટ પર સરકારે ભાર મૂકયો હોવાનો ઉલ્લેખ કર્યેા છે. રાયમાં ઓકિસજનનો પૂરતો જથ્થો મળી રહેશે તેવો પણ સરકારે દાવો કર્યેા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS