સાઉથનો સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુન તેના સ્વભાવ માટે જાણીતો છે. પુષ્પા ફેમ એક્ટર તાજેતરમાં જ રોડ કિનારે આવેલા ઢાબા પર જમતો જોવા મળ્યો હતો. આ તસવીરો થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. લોકો Instagram પર અભિનેતાના ડાઉન ટુ અર્થ નેચરના વખાણ કરી રહ્યા છે. તસવીરોમાં કપલને ઢાબામાં બેસીને ખાતા જોઈ શકાય છે અને તેમને ખ્યાલ નથી કે તેમની તસવીરો લેવામાં આવી રહી છે.
આ તસવીરો પોસ્ટ કરતા એક ચાહકે ફેને લખ્યું કે, "અલ્લુ અન્ના અને સ્નેહા ગારું. રસ્તાના કિનારે આવેલા ઢાબા પર જોવા મળ્યા. આ વ્યક્તિની સાદગીનું લેવલ દિલ જીતી લે છે." એક ચાહકે અલ્લુ અર્જુનનો એક કોલાજ પોસ્ટ કર્યો છે જેમાં એક તરફ અલ્લુ અર્જુનની તસવીર છે જે દર્શાવે છે કે પુષ્પા ફિલ્મની રિલીઝ પહેલા તે કેવો હતો અને હવે તે બતાવે છે કે પુષ્પા પાર્ટ 1ની રિલીઝ પછી પણ તે એવો જ છે.
એક ફેને લખ્યું છે કે પુષ્પા જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ આપ્યા પછી પણ અલ્લુ અર્જુનને કોઈ અભિમાન નથી થયું. આજે પણ તે પહેલા જેવો જ છે. પુષ્પા - ધ રાઈઝ ફિલ્મ નેશનલ હિટ રહી હતી અને હવે દર્શકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટીઝર અને એક ગીત રિલીઝ થઈ ગયું છે અને હવે તેના ટ્રેલરની રાહ જોવાઈ રહી છે.
ફિલ્મ 'પુષ્પા - ધ રૂલ'નો બીજો ભાગ આ વર્ષે 15મી ઓગસ્ટે રિલીઝ થવાનો છે અને તેને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. નિર્દેશક સુકુમારની આ ફિલ્મ અગાઉની ફિલ્મનો રેકોર્ડ તોડી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. ગત વખતની જેમ આ વખતે પણ તે મૂળ રીતે તેલુગુ ભાષામાં બનાવવામાં આવી રહી છે, પરંતુ તેને હિન્દી, તમિલ, મલયાલમ અને અંગ્રેજીમાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech