સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક

  • July 16, 2020 09:05 AM 1930 views


સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન થયું છે. ફેફસામાં ઈન્ફેકશનની તકલીફ બાદથી તેઓ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની તબિયતમાં સુધારો ન જણાતા તેમને વેન્ટીલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતાં વડાપ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. 

 

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અંતિમ દર્શન  https://www.swaminarayangadi.com વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઈન થઈ શકશે. સાથે જ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગરના કમ્પાઉન્ડમાં આવવાનું નહીં.  આ સાથે જ આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં અને ઉત્સવો ઉજવાશે નહીં. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application