તાલુકા પોલીસ મથક બહાર બે યુવતીની સરાજાહેર ધમાલ

  • August 16, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોડી રાત્રે હોટલ પર ધસી આવેલી બન્ને યુવતીએ પોલીસની હાજરીમાં જ બેફામ ગાળો ભાંડી
તાલુકાના પીએઇઆઇને કહી દે જે જયાં લખવું હોય તે લખાવી દેજે, વાઇરલ વીડિયોથી ભારે ચર્ચા, જાહેર માર્ગ પર જ વાણી વિલાસ અને ઢીકાપાટુ

 


રાજકોટ શહેરમાં લુખ્ખાઓ, અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર નથી એવી રીતે કદાચિત હવે યુવતિઓમાંથી પણ પોલીસનો ખૌફ ઉડતો જતો હોય તેમ કાલાવડ રોડ ઉપર તાલુકા પોલીસ મથકની બહાર જ બે યુવતિઓએ બેફામ ગાળાગાળી સાથે ધમાલ મચાવ્યાના વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.

 

વીડિયો કલીપમાં દેખાતા દ્રશ્યમાં પોલીસ મથકની બાજુમાં મોડી રાત્રીના બે યુવતિઓ રેસ્ટોરન્ટ પર ધસી આવે છે. એકિટવા સવાર બન્ને યુવતિ એકબીજા પર ગાળોનો વરસાદ વરસાવી જાહેરમાં ઢીંકાપાટુ પર ઉતરી આવી હતી. પોલીસકર્મીએ બન્નેને રોકવાનો પ્રયાસ કર્યેા પરંતુ કોઇ ગજ વાગ્યો ન હોય એ રીતે એક યુવતિએ તો જાહેરમાં એવું કહ્યું કે, તાલુકાના પીએસઆઇને કહી દેજે, તારે જે લખાવું હોય તે લખાવી દેજે. પોલીસ મથક બહાર જ ધમાલથી એકઠા થયેલા ટોળામાં પણ અચરજ થઇ પડી હતી. આ વાયરલ વીડિયો કયારનો છે ? અને બન્ને યુવતિઓ પણ તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવી શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS