ટંકારા તથા મીતાણા ઓવરબ્રિજની કામગીરી ચોમાસા પહેલાં પુરી કરવા લોકમાગણી

  • March 19, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટંકારા તથા મીતાણા ઓવરબ્રિજની કામગીરી ચોમાસા પહેલા પૂરી કરવા લોકમાંગણી ઉઠેલ છે. ટંકારા માં વરસાદી પાણીના નિકાલ માટે ગટર ,ફૂટપાથ , રોડ ક્રોસ કરવા નાલું તથા સર્વિસ રોડ અને ઓવર બ્રિજ બનાવવા ની કામગીરી તથા મીતાના ખાતે ઓવર બ્રિજ ચાલુ કરવા માટે માંગ ઉઠેલ છે.


મોરબી -રાજકોટ હાઈવે રોડ ની કામગીરી છેલ્લા ત્રણેક વર્ષથી ધીમી ગતિએ ચાલી રહેલ છે. ટંકારા લતિપર ચોકડીએ તથા મીતાણા , નેકનામ ચોકડીએ એકસાથે ઓવર બ્રિજ બની રહેલ છે .ત્રણેક વરસ થવા છતાં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયેલ નથી. પરિણામે ટંકારાના ગ્રામજનો તથા વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહેલ છે. ગત વર્ષે શિવરાત્રી સમયે શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા યોજાયેલ ઋષિ બોધોત્સવમાં મહામહિમ  રાજ્યપાલ શ્રી  દેવવ્રતજી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહે ત્યારે ઓવર બ્રિજ ની કામગીરી તાકીદે પૂરી થાય તે માટે રજૂઆતો થયેલ. તેને ૧ વર્ષ વીતવા છતાંઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયેલ નથી.ઓવરબ્રિજની બંને બાજુ ઢાળિયા બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલુ છે. ટંકારાના જીવાપરા નાકા પાસે નાલુ મુકવાની કામગીરી હજુ શરૂ પણ થયેલ નથી. ઓવર બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ, વરસાદી પાણીના નિકાલ માટે ગટર તથા એક  એક મીટરની ફૂટપાથ બંને તરફ બનાવવાની બાકી છે. નડતર રૂપ વીજ થાંભલાઓ ખસેડવાના બાકી છે. ચોમાસાના પહેલા ગટર બનાવવાની કામગીરી પૂરી નહીં થાય તો લતીપર ચોકડી, દયાનંદ સોસાયટી ,પટેલ નગર ,મામલતદાર કચેરી વિગેરે જગ્યાએ વરસાદી પાણી ભરાશે  અને મોટું નુકસાન થશે.આથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી વરસાદી પાણીના નિકાલ માટે પાકી ગટર બનાવવાની જરૂરિયાત છે. સત્તાવાળાઓ અંગત ધ્યાન આપી  કામગીરી પૂરી કરાવે તેવી લોકો રજૂઆત કરી રહેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS