હળવદમાં યુવાન ઉપર તલવાર લઇને સરાજાહેર હુમલો

  • June 10, 2021 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ માં છેલ્લા કેટલાક સમયથી કાયદો  વ્યવસ્થાની કથરેલી હાલતમાં  હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લુંટ.ચોરી. મારામારી. માથાભારે દબંગોની દાદાગીરો અને લુખ્ખાગીરીની સાથે ,અત્યાચાર પણ ખૂબ જ વધી ગયા છે. જેન નિયંત્રણમાં લઈ કાનુની રાહે અપરાધીઓની તાત્કાલિક ધરપકડો કરવામાં નહીં આવે તો હળવદ બીજું બિહાર બની જશે તેવું શહેરીજનો માં ચર્ચાઇ રહ્યું છે. જેથી શહેરમાં અપરાધીઓ ઉપ૨ કાયદાનો ડર ઉભો થાય અને કાયદાનું શાસન છે.તેવુ લાગે તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.કાયદાથી ઉપર કોઇ નથી.


હળવદના દરબાર નાકે કોલેજ પાસે રાત્રીના જમી ને ચાલવા નીકળેલા બ્રાહ્મણ યુવાન ઉપર એસયુવી ગાડીમાં આવેલા આઠેક શખ્સોએ તલવાર વડે સરાજાહેર હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જુના મનદુ:ખમાં આ હુમલાની ઘટના બની હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ  નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


દરબાર નાકે કોલેજ નજીક જમી ને ચાલવા નીકળેલા પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ(મનુભાઈ) રાવલ ઉપર એસયુવી કારમાં આવેલા પાંચથી સાત શખ્સોએ તલવાર વડે હુમલો કરતા પ્રદીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદ ની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા. ઘટનાની જાણ થતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે બ્રહ્મ સમાજના લોકો દોડી આવ્યા હતા . આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા હળવદ પોલીસને બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી


ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો છે જ્યાં ભોગ બનનાર પ્રદીપભાઈએ આરોપી મેહુલ રમણિક ભાઈ ગોઠી, પંકજ ચમનભાઈ ગોઠી, મેરાભાઈ કાળુભાઇ દલવાડી અને અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુમાં જુના મનદુ:ખમાં આ હુમલો થયો હોવાનું અને ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS