રાજ્યના પોલીસ વિભાગમાં મહિલા અને પુરુષો માટે PSI સંવર્ગની ભરતીની જાહેરાત, ક્લિક કરીને વાંચો વિગતો

  • March 12, 2021 10:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોલીસ ફોર્સમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે પોલીસ સબ ઈન્સપેક્ટર સંવર્ગી ભરતીની જાહેરાત કરી છે. આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. આગામી 16 માર્ચથી આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થશે. 

 

 

રાજ્ય પોલીસ વિભાગમાં કુલ 1382 પદ માટે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરની 202 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર માટે 98 જગ્યાઓ છે. 

 

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહિલા અને પુરુષ પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર પુરુષની 72, ઈન્ટેલિજન્સ ઓફિસર પુરુષ માટે 18, ઈન્ટેલિજન્સ ઓફિસર મહિલા માટે 9, બિન હથિયારી મદદનીશ સબ ઈન્સપેક્ટર પુરુષ 659, બિન હથિયારી મદદનીશ સબ ઈન્સપેક્ટર મહિલા માટે 324 પદ પર ભરતી થશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS