પાલીતાણામાં યાત્રીકો માટે કોરના ટેસ્ટ ફરજીયાતના પરીપત્ર સામે વિરોધ–રોષ

  • December 04, 2020 10:15 AM 232 views

મુખ્યમંત્રી સુધી જૈન સંઘોએ રજૂઆત કરતા આ આદેશ રદ્દ કરવાના ઉપરથી હત્પકમ
પાલિતાણા ખાતે આવેલી તમામ ધર્મશાળાઓમાં યાત્રીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો પ્રાંત અધિકારીએ પરિપત્ર કરતા જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો હતો. આ અંગે જૈન શ્રેિઓ દ્રારા માત્ર પાલિતાણા ધર્મશાળામાં જ આ નિયમ લાગુ કરવાના મામલે સવાલ ઉઠાવતા મુખ્યમંત્રીની દરમિયાનગીરી બાદ આખરે આ પરિપત્રમાં સુધારો કરવા તજવીજ હાથ ધરાય છે. નવો પરિપત્ર ફરજીયાત શબ્દ બાદ કરીને કરવામાં આવશે તેમ જણાવાયુ છે.


પાલિતાણાના પ્રાંત અધિકારી એસ.આર.વર્માએ તમામ ધર્મશાળાઓના મેનેજરોને એક પરિપત્ર કરી ધર્મશાળામાં આવતા તમામ યાત્રીઓ સિધ્ધક્ષેત્ર ભોજનશાળા, છેલ્લા ચકલા, તળેટી રોડ પાલિતાણા ખાતે કોવીડ ટેસ્ટ કરાવે અને કોરોના નેગેટીવ પ્રમાણપત્ર મેળવે તેવા જ યાત્રીકોને ધર્મશાળામાં પ્રવેશ આપવા અને તેનો રોજીંદો રીપોર્ટ નિયત પત્રકમાં વોટસએપ પર મોકલવા જણાવ્યું હતું. રાજયભરમાં અનેક જૈન તિર્થેા આવેલા છે. અને આ ઉપરાંત સોમનાથ સહિતના ધર્મિક સ્થળો માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત નથી ત્યારે પાલીતાણામાં જ આ પરિપત્ર સામે વિરોધનો વંટોળ ઉઠયો હતો.


ભાવનગરના જૈન શ્રેિ, સંઘો અને ગુજરાતભરના જૈન સંઘો અને મુંબઇના જૈન અગ્રણીઓ દ્રારા આ પરિપત્ર પાછો ખેંચવાની માંગણી થઇ હતી. આ અંગે પવિત્ર યાત્રાધામ વિભાગના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવેને રજુઆત થતા તેમણે તાત્કાલીક મુખ્યમંત્રી વિજય રૂપાણીને હકિકતથી વાકેફ કરેલ મોડી રાત્રે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જિલ્લા કલેકટરને સુચના આપ્યા બાદ આ પરિપત્રનો ફરજીયાત શબ્દ દુર કરી સુધારેલો પરિપત્ર બહાર પાડવા તજવીજ હાથ ધરાયેલ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application