અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવાના છે. તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા જ દેશના ઘણા ભાગોમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ગઈકાલે હજારો લોકો રસ્તા પર ઉતરી આવી અલગ અલગ સ્થળોએ ટ્રમ્પ વિરુદ્ધ પોસ્ટરો અને બેનરો લઈ પ્રદર્શન કર્યું છે. તેમજ મસ્ક વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા છે.
રાજધાની વોશિંગ્ટનમાં, અનેક NGOના એક જૂથે 'પીપલ્સ માર્ચ' ના બેનર હેઠળ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ટ્રમ્પ ઉપરાંત, વિરોધીઓએ પોસ્ટરો અને બેનરો દ્વારા એલોન મસ્ક અને તેમના નજીકના સહયોગીઓનો વિરોધ કર્યો હતો. આ જૂથે અગાઉ જાન્યુઆરી 2017માં ટ્રમ્પના પ્રથમ શપથ ગ્રહણનો વિરોધ કર્યો હતો.
ટ્રમ્પ શપથ ગ્રહણ માટે વોશિંગ્ટન પહોંચ્યા
ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહ માટે રાજધાની વોશિંગ્ટન પહોંચી ગયા છે. ટ્રમ્પે ગઈકાલે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચથી એરફોર્સના C-32 લશ્કરી વિમાનમાં ઉડાન ભરી હતી. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન ટ્રમ્પ પણ હતા.
આ ફ્લાઇટને સ્પેશિયલ એર મિશન 47 નામ આપવામાં આવ્યું હતું. મિશન 47નો અર્થ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ બનશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્રમ્પને આ વિમાન પૂરું પાડ્યું હતું. અમેરિકામાં, વિદાય લેતા રાષ્ટ્રપતિ સામાન્ય રીતે નવા રાષ્ટ્રપતિ માટે આ કરે છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે 2021માં બાઇડેન માટે આ કર્યું ન હતું. આ કારણે, બાઇડેનને ખાનગી વિમાન દ્વારા વોશિંગ્ટન આવવું પડ્યું હતું.
શપથ લીધા પછી ટ્રમ્પ 100થી વધુ આદેશો પર હસ્તાક્ષર કરશે
સોમવારે શપથ લીધા પછી ટ્રમ્પ 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. તેમની ટીમે તેમના કાર્યકાળની શરૂઆત પહેલા આ ઓર્ડર તૈયાર કર્યા છે. આ ઓવલ ઓફિસમાં ટ્રમ્પના ટેબલ પર મૂકવામાં આવશે. આ ઓર્ડર ટ્રમ્પના ચૂંટણી વચનો પૂરા કરવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ પહેલા દિવસે રેકોર્ડ સંખ્યામાં ઓર્ડર પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યા છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, આ આદેશોમાં મેક્સીકન સરહદ સીલ કરવી, દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવા અને ટ્રાન્સજેન્ડર લોકોને મહિલા રમતોમાં ભાગ લેતા અટકાવવાનો સમાવેશ થઈ શકે છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ એ રાષ્ટ્રપતિ દ્વારા એક પક્ષીય રીતે જારી કરાયેલા આદેશો છે અને જે કાયદાનું બળ ધરાવે છે. આને કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી. કોંગ્રેસ તેમને ઉથલાવી શકતી નથી, પરંતુ તેમને કોર્ટમાં પડકારી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech