રાજકોટમાં માંડાડુંગર પાસે છરીના ઘા ઝીંકી પ્રૌઢની હત્યા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક આવેલ માંડાડુંગર પાસે ગતરાત્રીના દલિત પ્રોઢની છરીના ઘા ઝીકી ચાર શખ્સોએ હત્યા કરી નાસી જતાં ચકચાર મચી જવા પામી છે એકાદ વર્ષ પહેલા ચૂંટણીના ડખ્ખામાં મૃતક એ યુવાનની હત્યામાં આરોપી હોય હત્યામાં ભોગ બનનાર ના ભાઈ એ સાગરીતો સાથે મળીને હત્યા કર્યાનું બહાર આવ્યું છે બનાવને પગલે આજીડેમ પોલીસ ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને સકંજામાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ડુંગર પાસે રહેતા ભરતભાઈ નાથાભાઈ મકવાણા નામના દલિત પ્રૌઢ રાત્રિના એના ઘર પાસે હતા ત્યારે ઈશ્વર કે શું મકવાણા સંજય લખું અને ગોપાલ અને એક અજાણ્યા શખ્સો એ ધસી આવી ઝઘડો કરી છરીના ઘા ઝીકી નાસી જતા ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ભરત ને સંતાનમાં બે પુત્ર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું પોલીસની પૂછપરછમાં ભરતભાઈએ અગાઉ એકાદ વર્ષ પહેલા ભોલો ઉર્ફે મોરારી કેશુ મકવાણા નામના યુવાનની હત્યામાં સંડોવાયો હોય જેનો ખાર રાખી ભોલો ઉર્ફે મોરારીના ભાઈ ઈશ્વરે હત્યાનો બદલો લેવા હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવને પગલે આજીડેમ પોલીસ ગણતરીની કલાકોમાં જ ભરતભાઈ મકવાણા ની હત્યામાં સંડોવાયેલા ઈશ્વર કે શું મકવાણા સંજય લખુ ગોપાલ સહિતના આરોપીને સકંજામાં અને આકરી પૂછપરછ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS