BREAKING NEWS

જામનગર: પીપરટોડા સીમમાં મોરમ ચોરી પકડી પાડતી લાલપુર પોલીસ

  • June 29, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પીપરટોડા સીમમાં મોરમ ચોરી પકડી પાડતી લાલપુર પોલીસ

જેસીબી, ટ્રેકટર ટ્રોલી મળી ૮૮ લાખનો મુદામાલ જપ્ત

લાલપુરના પોલીસ સ્ટાફ દ્વારા પીપરટોડા વિસ્તાર વગડીયા સીમમાં મોરમ ચોરી પકડી પાડી છે અને ૮૮ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તેમજ લાલપુરના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભા, નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલા, ઇન્ચાર્જ પીએસઆઇ કે.એલ. ગળચર, પીએસઆઇ એસ.પી. ગોહીલ તથા સ્ટાફ  દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જ‚રી વર્કઆઉટ તથા હયુમનસોર્સની મદદથી તપાસમાં હતા.

દરમ્યાન મળેલ હકીકત આધારે હેડ કોન્સ. ટી.બી જાડેજા, પો.કોન્સ પ્રવિણભાઇ બડીયાવદરા, પો.કોન્સ દીવ્યેશભાઇ લાલપુર પોર્સ્ટ વિસ્તારમાં આવેલ પીપરટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલ વગડીયા સીમ આવેલ સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ મોરન ચોરી કરતા ઇસમોને જેસીબી-૨ તથા ટ્રેકટર ટ્રોલી-૪ મળી કુલ ૮૮.૦૦.૦૦૦નો મુદામાલ પકડી પાડી આગળની કાર્યવાહી ખાણખનીજ અધિકારી સાથે રાખી જ‚રી કાર્યવાહી હાથ ધરી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News