ગાગોદરમાં ધોળે દિવસે બે ઘરમાંથી ૧૩ લાખની માલમત્તા ચોરાઇ

  • October 28, 2020 02:04 AM 837 views


રાપર તાલુકાના ગાગોદર ગામમાં તસ્કરોએ હંમેરની જેમ મોટો હાથ માર્યેા છે જેમાં બે બધં મકાનમાંથી રૂ.૧૩ લાખની માલમત્તા ચોર ઉસેડી જતાં લોકોમાં ભય ફેલાયો હતો.
આ બનાવ બાબતે પ્રા વિગતો મુજબ, ગાગોદરના ગોકુળધામ વિસ્તારમાં રહેતા બે પરિવારો ગત બપોરે ખેતરે હતા તે દરમિયાન બે વાગ્યા પહેલાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. જમાં અંબાવીભાઇ જેશાભાઇ આરેઠિયાના બધં મકાનમાં ઘર વખરી વેર વિખેર કરી તસ્કરોએ સવા પાંક તોલાનું સોનાનું મંગળ સૂત્ર, ત્રણ તોલાની સોનાની રામરામી, અઢી તોલા સોનાનું મોનપગલું, અડધા તોલા સોનાની ચેન, દોઢ તોલા સોનાની ૫ વીંટી, બે ગ્રામની સોનાની કોડી અને ૯ ગ્રામ સોનાની બે બુટ્ટી મળી ૧૪ તોલા સોનું, ૨૫૦ ગ્રામ ચાંદીના ઝાંઝર, ૫૦ ગ્રામ ચાંદીના બે સાંકળા, ૫૦ ગ્રામ ચાંદીની એક પોમી મળી ૩૫૦ ગ્રામ ચાંદી તેમજ રૂ.૨,૦૦,૦૦૦ રોકડાની ચોરી કરી ગયા હતા.


તો બાજુમાં જ રહેતા કરશનભાઇ બાઉભાઇ આરેઠિયાના બધં મકાનમાંથી તસ્કરો ૨ તોલા સોનાનો હાર, ૧ તોલા સોનાની ચેન, ૨ સોનાની વીંટી, ૨ તોલા સોનાનું મંગળસૂત્ર મળી ૫ તોલા સોનું, ૧ કિલો ચાંદીના કડલા, ૨૫૦ ગ્રામ ચાંદીની વીંટી મળી સવા કિલો ચાંદી તેમજ રૂ.૧૦,૦૦૦ રોકડાની ચોરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તમણે તાત્કાલિક આડેસર પોલીસન જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે જઇ સીસી ટીવી ફટેજ સહિતની તપાસ આદરી હતી. વાગડમાં હવે જાણે તસ્કરોને કોઇ ડર ન રહૃાો હોય તેમ ધોળા દિવસે ચોરીને અંજામ આપી રહૃાા છે ત્યારે પોલીસ સામે મોટો પડકાર ઉભો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application