BREAKING NEWS

જામનગરના જમીન લે-વેચના ધંધાર્થીની ૪ કરોડની મિલકત બારોબાર વેચી નાખી

  • March 25, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જમીન લે-વેચના ધંધાર્થીની ૪ કરોડની મિલકત બારોબાર વેચી નાખી 


જામનગરના મોહનનગર વિસ્તારના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા જમીન લે-વેચના ધંધાર્થીને થોડા વર્ષો પહેલા ધંધામાં ‚પીયાની જ‚રીયાત ઉભી થતા તેમના પરિચિત ફાઇનાન્સવાળા પાસેથી રકમ લીધી હતી જેનું વધુ વ્યાજ વસુલી ફરીયાદીએ સિકયુરીટી પેટે આપેલ મકાન, ઓફીસ જેવી મિલકતો આરોપીએ ત્રાહીત વ્યકિતને બારોબાર વેચી નાખી હતી અંદાજે ૪ કરોડની મિલકત હડપ કરીને વિશ્ર્વાસઘાત કર્યાની જામનગરના ફાઇનાન્સની ઓફીસ ધરાવતા શખ્સ તથા તેના પરિવારના સભ્યોએ મદદગારી કરી હોય તે તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.

મુળ જામનગરના ગુલાબનગર સામે આવેલ મોહનનગરના વતની અને હાલ અમદાવાદ સાઉથ બોપલ નિર્માળ ફલેટ નં. એ-૧૦૩ ખાતે રહેતા જમીન લે-વેચના ધંધાર્થી સંજય વસંતભાઇ મકવાણા (ઉ.વ.૫૪) નામના આધેડે વહેલી સવારે સીટી-બી ડીવીઝનમાં યુવરાજસિંહ જાડેજા તથા તેના પરિવારના સભ્યોએ મદદગારી કરેલ હોય તે તથા તપાસમાં જે ખુલે તેની સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૭(૨) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ની કલમ ૫,૩૯,૪૦(૨) બી, ૪૨(ડી), (એફ) મુજબ ફરીયાદ નોંધાવી છે.

વિગત અનુસાર ફરીયાદી સંજયભાઇ સાથે આરોપી યુવરાજસિંહે મિત્રતાના ભાવે ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને ૨૦૧૧ના સમય દરમ્યાન તેઓને સરકારના ધારાધોરણથી વધુ વ્યાજ વસુલી તેમજ ફરીયાદમાં જણાવેલ મિલકત જેમા ફરીયાદીના જામનગર ખાતેનુ મકાન, જામનગરમાં આવેલી બે ઓફીસ તથા અમદાવાદ ખાતેની બે ઓફીસ જેની કિ. આશરે ૪ કરોડની મિલકત જે સિકયુરીટી પેટે આપેલ હોય જેનાથી વંચીત રાખીને ફરીયાદીની મિલકત હોવાનુ જાણવા છતા ત્રાહીત વ્યકિતને ફરીયાદીની જાણ બહાર વેચી નાખી વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ ફરીયાદના આધારે સીટી-બી પીઆઇ ઝાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ. મહેતા તપાસ ચલાવી રહયા છે. 

વધુમાં જાણવા મળ્યા મુજબ ફરીયાદી સંજયભાઇ ૨૦૧૧માં જમીન લે-વેચનો ધંધો કરતા હોય ધંધા માટે પૈસાની જ‚રીયાત પડતા જામનગર લાલબંગલા સામે કે.પી. જાડેજા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે આવેલ રાજદીપ ફાઇનાન્સ નામની ઓફીસે મિત્ર જેઓ પરિચયમાં હોય તે યુવરાજસિંહને મળેલ અને તેમની પાસેથી ‚ા. ૫.૮૭.૩૫.૦૦૦ અલગ અલગ સમયે રોકડ ૩ ટકા લેખે લીધા હતા જયારે જયારે પૈસાની જ‚ર પડતી ત્યારે વ્યવહારો કરતા, ફરીયાદીના ૧૭ મિલકતના દસ્તાવેજો થયેલા જે યુવરાજસિંહના મેતાજીની હાજરીમાં હિસાબ કિતાબના લખાણો થયા હતા. એ પછી આ બાબતે વાતચીત થઇ હતી દરમ્યાનમાં  ફરીયાદીની મિલકત પરત આપી દેવા હૈયાધારણા આપી હતી અને એ પછી ઇન્કાર કરતા આખરે મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News