પ્રોજેકટસ પૂર્ણ નહીં થતા રાજકોટ સ્માર્ટસિટી રેન્કિંગમાં પાછળ ફેંકાયું

  • June 23, 2021 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાએ સમયસર પ્રોજેકટસ પૂર્ણ નહીં કરતા તાજેતરમાં જાહેર થયેલા સ્માર્ટસિટી રેન્કિંગમાં રાજકોટ પાછળ ફેંકાઈ ગયું છે. રાજકોટનો ટોપ–૨૦માં સ્થાન મેળવી શકયું નથી. રેન્કિંગમાં કમ્પ્િલશન ઓફ પ્રોજેકટના ઓબ્ર્ઝવેશનમાં રાજકોટના સૌથી વધુ માર્કસ કપાયા હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સ્માર્ટસિટી પ્રોજેકટમાં પસંદગી પામેલા દેશના અન્ય રાયોનાં શહેરો તેમજ ગુજરાતના અન્ય મહાનગરોએ પણ વિવિધ કામો માટે અલગ અલગ રકમના ટેન્ડર પ્રસિધ્ધ કર્યા છે જયારે રાજકોટમાં વિવિધ કામોને આવરી લઈને મોટી રકમના સંયુકત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે તેમજ એક જ ડિટેઈલ પ્રોજેકટ રિપોર્ટ હેઠળ અનેકવિધ નાના–મોટા પ્રોજેકટસ આવરી લેવાયા છે. સ્માર્ટસિટી રેન્કિંગ આપવા માટે જયારે પ્રગતિ અંગેની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવે ત્યારે તેઓ પ્રોજેકટ પૂર્ણ થયો છે કે નહીં તે બાબતને જ જુએ છે જયારે રાજકોટના કિસ્સામાં એવું બને છે કે એક પ્રોજેકટના ટેન્ડરમાં એક સાથે ૧૦ જેટલા નાના–મોટા પ્રોજેકટ આવરી લેવાયા હોય આથી પ્રોજેકટ પૂર્ણ થયો ગણાતો નથી.

 

 

આ બાબતના કારણે રાજકોટના માર્કસ કપાય છે અને ટોપ–૨૦માં સમાવેશ થઈ શકતો નથી. સૂત્રોએ ઉમેર્યુ હતું કે રાજકોટ કોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૫૫૦ કરોડનું ટેન્ડર, ઈન્ટીગ્રેટેડ સીસ્ટમ માટે ૧૫૦ કરોડનું ટેન્ડર અને અટલ સરોવર તથા તેના આનુસંગિક એમ્યુઝમેન્ટ પાર્ક વિગેરે માટે ૧૫૦ કરોડનું ટેન્ડર એ મુજબ ૮૫૦ કરોડના ટેન્ડર સંયુકતરીતે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. કુલ ૨૦૦૦ કરોડના સ્માર્ટસિટી પ્રોજેકટમાંથી હાલ સુધીના ૧૧૦૦ કરોડના કામોના પ્રોજેકટ હાથ પર લેવાયા છે જયારે ૯૦૦ કરોડના પ્રોજેકટનું આયોજન કરાયું છે પરંતુ તેમાં આગળની કામગીરી હાથ ધરાઈ નથી. ટૂંક સમયમાં રૈયા ટીપી સ્ક્રીમ અંતર્ગતના કામો આગળ વધતાની સાથે ફરી રાજકોટનું રેન્કિંગ અપગ્રેડ થશે તેવી આશા છે. સ્માર્ટસિટી પ્રોજેકટ શરૂ થયા બાદ લગાતાર ઈજનેરો, અધિકારીઓ બદલાતા રહ્યા છે તેની અસર પણ પ્રોજેકટ પર જોવા મળી છે.

 


રાજકોટમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ ૨૦૧૬માં શરૂ થયો ત્યારથી હાલ ૨૦૨૧ સુધીના ૫ વર્ષમાં ત્રણ કમિશનર અને ત્રણ સિટી એન્જિનિયર બદલાઇ ગયા છે. મુખ્યત્વે મોટી રકમના મોટા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવતા શરૂઆતમાં એજન્સીઓ જ રસ દાખવતી ન હતી. એજન્સી મળ્યા બાદ અધિકારીઓ અને ઇજનેરો બદલાતા રહ્યા જેથી પ્રોજેકટને જોઇએ તેવી ગતી મળી નથી. એકમાત્ર રૈયા સ્માર્ટ સિટી વિસ્તારની ટીપી સ્કીમ તૈયાર કરવાની કામગીરી ખુબ ઝડપથી થઇ. તે સિવાયના અન્ય તમામ પ્રોજેકટ નિર્ધારિત સમય કરતા વિલંબિત ચાલી રહ્યા છે. રેન્કિંગ વેળાએ ફકત પ્રોજેકટ પુરો થયો કે નહીં તે બાબત જ જોવામાં આવે છે. અન્ય શહેરોના પ્રોજેકટ નાના હોય અને અલગ અલગ ટેન્ડર હોય ઝડપથી પૂર્ણ થાય છે જયારે રાજકોટમાં ફકત ત્રણ જ ડીપીઆર બનાવી ત્રણ ટેન્ડરમાં તમામ પ્રોજેકટ આવરી લેવાયા હોય પ્રોજેકટના હેડ વાઇઝ તુલના કરાય ત્યારે રાજકોટના પ્રોજેકટ ઓછા હોવા છતાં પુરા થતાં નહીં હોવાનું ચિત્ર ઉપસે છે જેના લીધે માર્ક કપાતા રહે છે. આગામી દિવસોમાં હવે સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે નવા સિટી ઇજનેરની નિમણૂક કરવાની થશે તદઉપરાંત નવનિયુકત કમિશનરે પણ આ પ્રોજેકટની સમિક્ષા કરવાની થશે.

 


સ્માર્ટસિટી રાજકોટ પ્રોજેકટના મુખ્ય સિટી ઈજનેર ભાવેશ જોષીનું રાજીનામું મંજૂર
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા લોકપ્રિય સિટી ઈજનેર તેમજ સ્માર્ટસિટી રાજકોટ પ્રોજેકટના મુખ્ય ઈજનેર તરીકે કાર્યરત ભાવેશ યુ.જોષીએ તાજેતરમાં એકાએક રાજીનામુ આપી દીધું હતું જે ગત મોડી સાંજે મ્યુનિ.કમિશનરે મંજૂર કરી નાખ્યું હોવાનું જાણવા મળે છે. મહાપાલિકામાં ખુબજ પ્રશંસનિય કામગીરી કરનાર તેમજ મવડી વિસ્તારની ટીપી સ્કીમો તૈયાર કરવામાં કાબિલેતારીફ ફરજ બજાવનાર ભાવેશ જોષીનું રાજીનામુ મંજૂર થઈ જતાં ઈજનેરી વર્તુળોમાં આ મુદે ભારે ચર્ચા જાગી હતી. સ્માર્ટસિટી પ્રોજેકટના મુખ્ય ઈજનેર તરીકે કામગીરી કરતા સિટી એન્જિનિયર ચિરાગ પંડયાએ પણ એકાએક રાજીનામુ આપી દીધું હતું ત્યારબાદ સ્માર્ટસિટી પ્રોજેકટમાં ભાવેશ જોષીની નિમણૂક કરવામાં આવી હતી ત્યા આગળ પણ તેમણે સારી કામગીરી કરી હતી પરંતુ ૬ મહિના પૂર્વે તેમણે એકાએક રાજીનામું આપી દીધું હતું જે રાજીનામુ કમિશનરે હાલ સુધી મંજૂર કયુ ન હતું પરંતુ તાજેતરમાં કમિશનરની બદલી થતા તેમની વિદાય પૂર્વે ભાવેશ જોશી તેમને ફરી મળવા ગયા હતા અને વિનંતી કરતા અંતે ગત સાંજે તેનું રાજીનામુ કમિશનરે મંજૂર કરી દીધું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS