'પ્રોજેક્ટ મુસ્કાન' માસિક ધર્મમાં ૬૪૦ દીકરીઓ માટે મુસ્કાન બન્યો

  • March 08, 2020 10:19 AM 447 views

૬૪૦ દીકરીઓની મુસ્કાન બનેલા રૂપલબેન રાઠોડને  પ્રોજેક્ટ મુસ્કાન  નો પહેલ વહેલો વિચાર સુજ્યો ઝુપડપટ્ટીમાં કાર્યરત ફ્રી એજ્યુકેશન કલાસિસમાં  મેંગોપીપલ પરીવાર દ્વારા છેલ્લા ૭ વર્ષ થી રાજકોટ તથા જામનગર ની ઝૂંપડપટ્ટીના બાળકો ને જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરાવતા ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવવા માં આવે છે. આ ફ્રી એજ્યુકેશન કલાસિસમાં બાળકોનો સર્વાંગી વિકાસ કરી વર્ષભર પાયાનું શિક્ષણ આપી સંસ્થા દ્વારા બાળક ને શેક્ષણિક એડોપ્ત કરાય છે. તેને મહેસુસ કર્યું કે તેના કલાસિસમાં નિયમિત આવતી દીકરીઓ ઓચિંતા કલાસિસમાં આવતી બંધ થઇ ગઈ. તેના ઝૂંપડે જઇ ને તપાસ કરતા માલુમ પડ્યું કે દીકરીઓને માસિક આવવાની શરૂવાત થઇ છે માટે કલાસિસમાં આવાનું બંધ કરેલ છે. રૂપલબેને તુરંત તેમના પતિ અને મેંગોપીપલ પરિવારના પ્રમુખ મનીષ રાઠોડ ને નજીક ના મેડિકલ સ્ટોરે માં મોકલ્યા અને સેનેટરી નેપકીન ના પેકેટ મંગાવ્યા. તે પેકેટ દીકરીઓને આપ્યા અને સ્વછતાની સમજણ સાથે ફરીથી કલાસિસમાં આવતી કરી.

 

તે રાત્રે રૂપલબેન રાઠોડ આખી રાત સુઈ ના શક્યા. મગજમાં વિચારોની હારમાળા સર્જાય. મારા કલાસિસની ૪/૫ દીકરીઓ સિવાય સ્લેમ વિસ્તારોની કેટલી બધી દીકરીઓ હશે જે મહિના માં આવા દિવસોમાં શાળાએ નહિ જતી હોઈ. કેટલી બધી બહેનો હશે જે દર મહિને ગંદા કપડાં નો ઉપયોગ કરી પોતાનું સ્વાસ્થ્ય જોખમ માં મુક્તી હશે. સવારે આ વાત તેમના પતિ મનીષભાઈ અને પુત્ર ધાર્મિક ને કરી. કે મારે આ સમસ્યા વિરુદ્ધ લડવું છે અને તમારો સાથ સહકાર જોયે છે. હંમેશા જેને સુખ દુ:ખ માં સાથ સહકાર આપ્યો તેવા પતિ મનીષભાઈ રાઠોડે તુરંત હામી ભરી અને ત્યારથી થઇ શરૂવાત  પ્રોજેક્ટ મુસ્કાન ની... 

 

કહેવાય છે ને કે સાક્ષર દીકરી બે ઘરને ઉજળા કરે. તે ઉક્તિ ને સાર્થક કરતા ઝાલા પરિવાર ની દીકરી અને રાઠોડ પરિવારની પુત્રવધુ રૂપલબેન રાઠોડ ખરા અર્થમાં બંને કુટુંબ ના નામ રોશન કરી રહી છે. પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા સ્લમ વિસ્તારમાં જઇ ને દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ ના વિતરણ શરુ કાર્ય. સાથે સાથે શારીરિક સ્વચ્છતા ના પાઠ અને ગંદા કપડાથી થતા નુકસાન ના સેમિનાર પણ આપવા લાગ્યા. ઘણી જગ્યા એ તો માતાના હસ્તે જ દીકરીઓને નિ:શુલ્ક પેડ વિતરણ કરી દીકરી અને માં બંને ને જાગૃત કરી રહ્યા છે. રાજકોટમાં ૬૪૦ દીકરીઓને દત્તક લીધેલ છે . જેને દાતાના સહયોગથી દર મહિને નિ:શુલ્ક સેનેટરી પેડ પહોંચાડાય છે. સ્લેમ એરિયાની ની બહેનો ખુબ જ નજીવા દરે સેનેટરી પેડનું વેચાણ કરી પોતાના પગભર થઇ શકે તેવા આશય થી રૂપલબેન રાઠોડ પોતાના સીએ હિરેનભાઈ ચાંગ ના માર્ગદર્શન થી  મુસ્કાન ગૃહ ઉદ્યોગ  ની સ્થાપના કરી. અને રાજકોટ માં અલગ અલગ વિસ્તારોમાં મુસ્કાન કેન્દ્ર ની શરૂવાત કરી. હાલ બજારમાં ૯૦ થી ૧૦૦ રૂપિયા ના ૬ સેનેરી પેડ મળે છે જયારે મુસ્કાન દ્વારા માત્ર ૧૦ રૂપિયામાં ૬ પેડ વેચવામાં આવે છે. કોઈ પણ સંકોચ વગર સમયાંતરે શહેરના ઘણા સ્લેમ વીસતોમાં જનજાગૃતિ આવે તેવા આશયથી રૂપલબેન રાઠોડ  મુસ્કાન  નો સ્ટોલ પણ કરે છે. સેનેટરી પેડ નું વેચાણ કરી જે નફો મળે તે રકમથી વધુ સેનેટરી પેડ મંગાવી ને વધુને વધુ દીકરીઓ ને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. હાલમાં ધ્રોલ, જોડિયા, જામનગર અને રાજકોટની સ્લેમ વીસતોની આંગળવાડીની કિશોરીઓને નિ:શુલ્ક પેડ વિતરણ કરવામાં આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application