પ્રોજેક્ટ કુશ બનશે ભારતનું બખ્તર, ઈઝરાયેલ, અમેરિકા અને રશિયાને પાછળ છોડશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ

  • October 31, 2023 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ભારત પાસે છે રશિયાની એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ, ૩૫૦ કિમીના અંતરથી દુશ્મનોની ગતિવિધિઓને શોધી કાઢશે કુશ


ભારતનું સુરક્ષા કવચ વધુ મજબૂત થવા જઈ રહ્યું છે, આ માટે ભારત એક એવી એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે જે દુશ્મનના દરેક હુમલાને નિષ્ફળ બનાવશે. ચીન હોય કે પાકિસ્તાન, તેમાં કોઈ ઘૂસી શકશે નહીં. ખાસ વાત એ છે કે આ એર ડિફેન્સ સિસ્ટમ ઈઝરાયેલના આયર્ન ડોમ કરતા ઘણી સારી હશે. તે અમેરિકાની પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ અને રશિયાની એસ-૪૦૦ને પણ ટક્કર આપે તેવી મજબૂત હશે.

ભારત હજુ પણ તેની એર ડિફેન્સ સિસ્ટમ માટે રશિયાના એસ-૪૦૦પર નિર્ભર છે, પરંતુ હવે ભારતે પોતાની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાની યોજના બનાવી છે. આ જવાબદારી ડીઆરડીઓ એટલે કે સંરક્ષણ સંશોધન વિકાસ સંસ્થા દ્વારા સંભાળવામાં આવે છે. તે જે એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહી છે તેને પ્રોજેક્ટ કુશ નામ આપવામાં આવ્યું છે. જે હવામાં જ લાંબા અંતરથી ભારત તરફ આવતા દરેક ખતરાને ટ્રેક કરીને તેનો નાશ કરશે.


આ અંતર્ગત ડીઆરડીઓ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ એટલે કે એલઆર-સેમ તૈયાર કરી રહ્યું છે, તેની રેન્જ અલગ હશે, જે ૧૫૦, ૨૫૦ અને ૩૫૦ કિમી સુધી દુશ્મનની હિલચાલને ટ્રેક કરી તેને નિષ્ફળ બનાવશે. હાલમાં ભારત પાસે એસ-૪૦૦ એર સિસ્ટમ છે જે રશિયા પાસેથી લેવામાં આવી છે.


ડીઆરડીઓનો પ્રોજેક્ટ કુશ ૩૫૦ કિમીના અંતરથી દુશ્મનોની ગતિવિધિઓને શોધી કાઢશે, તે ઈઝરાયેલના આયર્ન ડોમ કરતા ઘણો સારો હશે, જેની રેન્જ માત્ર ૭૦ કિમી છે, આ સિવાય તે અમેરિકાની પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમને પણ હરાવી દેશે જેની રેન્જ ૧૧૦ કિમી છે.

ભારતે સૌપ્રથમ ૨૦૧૮માં રશિયા સાથે એસ-૪૦૦ ડીલ કરી હતી, તે સમયે ભારતે ૪૦ હજાર કરોડ રૂપિયામાં ૫ એસ-૪૦૦ખરીદ્યા હતા, અત્યાર સુધી રશિયા દ્વારા ભારતને ત્રણ સ્ક્વોડ્રન આપવામાં આવ્યા છે, ખાસ વાત એ છે કે ભારતની જેમ ચીન પણ રશિયા પાસેથી એસ-૪૦૦ ખરીદે છે.



૨૦૨૮-૨૯ સુધીમાં પૂર્ણ થશે આ પ્રોજેક્ટ

ભારતની એર ડિફેન્સ સિસ્ટમ ૨૦૨૮-૨૯ સુધીમાં દેશની સરહદો પર તૈનાત થવાની અપેક્ષા છે. એક રિપોર્ટ અનુસાર, તે દુશ્મનના ફાઈટર એરક્રાફ્ટ, ડ્રોન, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલ સહિત દુશ્મનના તમામ હુમલાઓને ટ્રેક કરીને તેનો નાશ કરવામાં સક્ષમ હશે. કુશની તૈનાતી બાદ ભારત એવા મહત્વના દેશોની યાદીમાં સામેલ થઈ જશે કે જેની પાસે પોતાની લાંબા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. હાલમાં, ભારત પાસે તેની પોતાની સ્વદેશી ખૂબ જ ટૂંકી રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ છે.


બોક્સ કુશથી ભારત મેળવશે દુશ્મનો પર અંકુશ

જો દુશ્મન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ભારતની એર ડિફેન્સ સિસ્ટમ તેને ટ્રેક કરશે અને લક્ષ્યના કેટલાંક કિલોમીટર પહેલા તેને હવામાં નષ્ટ કરી દેવામાં આવશે. આ માટે ભારતનું આ નવું બખ્તર લોન્ગ રેન્જ સરફેસ એર મિસાઈલ ફાયર કરશે, જેથી દુશ્મનને હવામાં જ ખતમ કરી શકાય. આ ત્રણ-સ્તરની સિસ્ટમ હશે, જેની સૌથી ઓછી રેન્જ ૧૫૦ કિમી, મધ્યમ રેન્જ ૨૫૦ કિમી અને મહત્તમ રેન્જ ૩૫૦ કિમી હશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application