ચૂંટણી પ્રક્રિયાનો અથવા જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવી પ્રવૃતિઓ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
જામનગર તા.૯ એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા એમ કૂલ ૬ તાલુકા પંચાયતના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુધી નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.