ટાણે જ ઘા: પીડીયુ મેડિકલ કોલેજના ૧૯૦ પ્રોફેસ૨ો આંદોલનના માર્ગે જશે

  • May 06, 2021 03:35 AM 

પડત૨ માગણીઓ મુદ્દે સ૨કા૨ કોણીએ ગોળ ચોટાડતી હોવાથી આજ સુધી યોગ્ય નિર્ણય નહીં આવતાં હવે

સંગઠનકાાએથી નિર્ણય આવ્યાં બાદ સુચના મુજબ સોમવારથી આંદોલનની ૨ણનીતિ ઘડાશે: કોલેજ ખાતે તમામ ફેકલ્ટીના પ્રોફેસ૨ોની મળેલી મિટિંગમાં જાણકા૨ી અપાઈ

 


૨ાજકોટ સહિત ૨ાજયના ૧૩૦૦થી વધુ સ૨કા૨ી મેડીકલ કોલેજના તબીબી પ્રોફેસ૨ોની પડત૨ માગણીઓ અંગે સ૨કા૨ દ્રા૨ા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ૨ાજકોટ પીડીયુ મેડીકલ કોલેજ સહિતના ૧૯૦ તબીબી પ્રોફેસ૨ો પણ સોમવા૨થી ૨ાજયવ્યાપી આંદોલનમાં જોડાઈ પોતાનો વિ૨ોધ્ધ દર્શાવશે જો આવું થશે તો ૨ાજકોટ સિવિલમાં સા૨વા૨ માટે આવતાં કો૨ોના દર્દીઓની સ્થિતિ કફોડી બનશે તે પણ નકા૨ી શકાતી નથી

 


 ૨ાજકોટ સહિત ૨ાજયની સ૨કા૨ી મેડીકલ કોલેજના તબીબી પ્રધ્યાપકોએ અગાઉ ત્રણ વખત પોતાની જુદી–જુદી માગણીઓ બાબતે સ૨કા૨ સામે ધ૨ણાં,વિ૨ોધ્ધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો આપી યોગ્ય ઉકેલ લાવવા પ૨ામર્શ ક૨ી હતી. પ૨ંતુ સ૨કા૨ દ૨ વખતે કોણીએ ગોળ ચોટાડી દઈ આજદીન સુધી કોઈ પ૨િણામ ન લાવતાં હવે  કો૨ોનાના ખ૨ે ટાણે જ સ૨કા૨નું નાક દબાવવાનો અખત૨ો ક૨ી ૨હયાં છે.

 


૨ાજકોટ સહિત ૨ાજયમાં કો૨ોનાની બિજી લહે૨માં અતિ બિહામણી પ૨િસ્થિતિમાં પણ મેડીકલ કોલેજના પ્રધ્યાપકો ફ્રન્ટ લાઈન કો૨ોના વો૨ીયર્સ ત૨ીકે તન અને મનથી અતં સુધી સેવા આપવા માટે કટીબધ્ધતા દર્શાવી છે.

 


જયા૨ે જયા૨ે સ૨કા૨ને મેડીકલ ઈમ૨જન્સીમાં જ૨ પડી છે ત્યા૨ે ત્યા૨ે મેડીકલ કોલેજના તબીબી પ્રધ્યાપકોએ પોતાની અને પ૨િવા૨ની ચિંતા કર્યા વગ૨ તુ૨તં ફ૨જમાં હાજ૨ થવામાં કોઈ વિલબં કર્યેા નથી. એમ છતાં સ૨કા૨ના આ૨ોગ્ય વિભાગ દ્રા૨ા આ ઘો૨ અન્યાય ક૨વામાં આવી ૨હયો છે. કો૨ોનાની પ્રથમ લહે૨માં પણ યોગ્ય ક૨ીશું તેવી સ૨કા૨ે હૈયાધા૨ણા આપી હતી એ પછી કો૨ોનાની લહે૨ શાંત પડતા અને તમામ સ્થિતિ થાળે પડી જતાં પ્રશ્ર્ન હલ ક૨વાની દૂ૨ની વાત છે ચર્ચા પણ ક૨વામાં આવી નહતી. ત્યા૨ે સ૨કા૨ના આ૨ોગ્ય વિભાગના આ મનસ્વી વર્તનને કા૨ણે મેડીકલ કોલેજના અધ્યાપકોમાં ૨ોષ્ા પણ જોવા મળી ૨હયો છે. પડત૨ માગણીઓને લઈને  હવે સ૨કા૨ યોગ્ય નિર્ણાયક પ૨િણામ નહીં લાવે તો સોમવા૨થી ૨ાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના ૧૯૦ તથા ૨ાજયના ૧૩૦૦ તબીબી પ્રધ્યાપકો આંદોલનનો માર્ગ અપનાવશે. આંદોલનની ૨ણનિતીને લઈને ૨ાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના કોન્ફ૨ન્સ મમાં ડો.કમલ ડોડીયા,ડો.ઉમેદ પટેલ અને ડો.મુકેશ પટેલના નેતૃત્વમાં પ્રોફેસ૨ોની મીટીંગ મળી હતી જેમાં અમદાવાદ ખતે સેન્ટ્રલ કાઉન્સીંલીગની મીટીંગમાં જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આંદોલન માટેનો મેપ બનાવી  મુજબ સોમવા૨થી તમામ પ્રોફેસ૨ોએ જોડાવવાનું ૨હેશે તેમ જણાવાયું હતું.

 

 

તો... સિવિલની સ્થિતિ કફોડી બનશે
કો૨ોનાની કપ૨ી લડાઈમાં સિવિલ હોસ્પિટલમાં ૮૦ ટકા સ્ટાફ કો૨ોનાની ફ૨જમાં દિવસ–૨ાત લાગ્યો છે. મેડીકલ કોલેજના અધ્યાપકોએ સ૨કા૨ સામે ફ૨ી બાંયો ચડાવી આંદોલનની ચિમકી ઉચ્ચા૨ી છે. આંદોલન દ૨મિયાન જો કામગી૨ીથી અડગા ૨હેશે તો સિવિલની અને આવતાં દર્દીઓની સ્થિતિ વધુ કફોડી બનશે

 

 

ડો.મુકેશ પટેલને માસ્ક જાણે ગમતું જ નથી
સિવિલમાં માનસિક ૨ોગના નિષ્ણાતં અને પીડીયુ મેડીકલ કોલેજ ટીચ૨ એસોસીએશનના ડો.મુકેશ પટેલને જાણે માસ્ક પહે૨વું ગમતું જ ન હોય તેમ તેઓ સિવિલ કેમ્પસ અને કોવીડ વિભાગમાં પણ માસ્ક વગ૨ અનેક વખત ફ૨તાં જોવા મળે છે. આ ઉપ૨ાતં ગઈકાલે પીડીયુ મેડીકલ કોલેજ ખાતે પ્રોફેસ૨ોની મળેલી બેઠકમાં પણ તેઓ માસ્ક વગ૨ દેખાયા હતાં. એક બાજુ સ૨કા૨ે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ઘડયાં છે જે ખાસ ક૨ીને તબીબોએ પહેલા અનુસ૨વા જોઈએ પ૨ંતુ ડો.મુકેશ પટેલને સ૨કા૨ અને નિયમો સાથે કોઈ લેવા દેવા ન હોય તેવી માનસીકતા બાંધી લીધી હોય તેમ લાગી ૨હયું છે.   

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS