શરમ શરમ શરમ.... ભુજની સહજાનંદ સંસ્થામાં વિદ્યાર્થીનીઓના ઉતરાવ્યા કપડા

  • February 14, 2020 10:05 AM 33 views

  • માસિક ધર્મ તપાસવા પ્રશાસને વિદ્યાર્થીનીઓને અપમાનિત કરીને શરમમાં મૂકી, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હરકતમાં આવ્યા

 

ભુજના મિરઝાપુર રોડ ઉપર આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીનીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે તપાસવા માટે વિદ્યાર્થીનીઓના કપડા ઉતારવામાં આવ્યા હતા અને તેમને અપમાનિત કરીને શરમમાં મૂકી હતી પ્રશાસનનું આ કૃત્ય સામે વિદ્યાર્થિનીઓએ વિરોધ વ્યક્ત કરતા ઇન્સ્ટિટયૂટ પ્રશાસન લાજવાને બદલે ગાજયુ હતું આ ઘટનાથી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

ભુજમાં સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ ના હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ ના કપડા ઉતારાઆવીને વિદ્યાર્થીનીઓ મેં અપમાનિત કરી શરમ મા મૂકી હોવાની ઘટના સામે આવી છે લગભગ ૬૦ વિદ્યાર્થીનીઓ ના વસ્ત્ર ઉતરાવીને માસિક ધર્મમાં કોણ છે તેની તપાસ કરાવી હતી જે છાત્રાઓ માસિક ધર્મમાં હોય છે તે સ્વીકારીને નિયમ મુજબ રહે છે જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે પણ જવાબદારોએ માસિક ધર્મમાં કોણ છે તેવું છાત્રાઓને પૂછ્યું હતું ત્યારે જે છાત્રાઓ માસિક ધર્મમાં હતી તેમણે સ્વીકાર કર્યો હતો તેમ છતાં ઇન્સ્ટિટયૂટના પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટર એ એક પછી એક છાત્રાઓને વોશરૂમમાં બોલાવીને વસ્ત્રો ઉતારીને માસિક ધર્મની ચકાસણી કરી હતી અને છાત્રાઓને અપમાનિત કરી શરમમાં મૂકી હતી સત્તાવાળાઓની આવી બેશરમીથી છાત્રાઓ ગુસ્સામાં આવી ગઈ હતી અને તેમણે ઇન્સ્ટિટ્યૂટ પ્રશાસન સામે આ બાબતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રશાસને યોગ્ય પગલાં ભરવાના બદલે છાત્રા ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો હતો જેના કારણે છાત્રાઓએ વિરોધ વ્યક્ત કર્યો અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

 

સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ ની આ બેશરમી પૂર્વક ની હરકતથી જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ હરકતમાં આવી ગયા છે અને ઇન્સ્ટિટયૂટ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે ઇન્સ્ટિટયૂટના જવાબદારો ટ્રસ્ટીઓ જવાબદારો સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની વાતો કરે છે ખરેખર પગલાં ભરાયા છે કે કેમ તે એક પ્રશ્ન છે કુલપતિ સહિતના જવાબદાર એવું કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટના ચલાવી નહી લેવાય તો શું કડક કાર્યવાહી કરાશે કે કેમ તે આગામી સમયે બતાવશે પરંતુ આ મામલામાં જિલ્લા કલેકટર શું પગલાં ભરે છે અને શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તેની ઉપર નજર છે.