કરફ્યુમાં ગોલાની હોમ ડિલિવરી કરનાર સામે કાર્યવાહી: જાહેરનામાં ભંગના વધુ 157 કેસ

  • April 18, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાત્રી કરફ્યુ સમયે શહેરમાં બસ લઈ પ્રવેશનાર ઇગલ ટ્રાવેલ્સના ચાલક સામે ગુનો નોંધાયો: રાત્રી કરફ્યુના 115, માસ્કના 16, રિક્ષામાં વધુ સવારીમાં મુસાફરીના 14, સોશિયલ ડિસ્ટન્સના 8 અને કવોરન્ટાઇન ભંગના વધુ 4 કેસ કરતી પોલીસ

 


રાત્રી કર્ફ્યુની પોલીસ દ્વારા અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ભક્તિનગર સર્કલ પાસે ગોલાની લારી ધરાવનાર શખસ કરફ્યુ સમયમાં ઘરેથી ગોલાના પાર્સલ લઇ હોમ ડીલેવરી કરતો હોય પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત કર્ફ્યું સમયે બસ લઇ શહેરમાં આવનાર ઇગલ ટ્રાવેલ્સના ચાલક સામે પણ ગુનો નોંધ્યો છે.

 


શહેર પોલીસે શુક્રવાર રાત્રિના રાત્રી કર્ફ્યુ ભંગના વધુ 115 કેસ કયર્િ છે. તેમજ માસ્ક ન પહેરવાના 16 રિક્ષામાં વધુ સવારીમાં મુસાફરી કરવાના 14,દુકાનો પર ગ્રાહકની ભીડ એકત્ર કરી સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરવાના 8 અને હોમ કોરોન્ટાઇન તથા ક્ધટેન્મેન્ટ ઝોનના નિયમો તોડવા બદલ વધુ ચાર સામે ફરિયાદ કરવામાં આવી છે.

 


ભક્તિનગર પોલીસ મથકના પી.આઈ જે.ડી.ઝાલા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઇ આર.જે કામળિયા તથા તેમની ટીમને એવી બાતમી મળી હતી કે સહકાર મેઇન રોડ પર આવેલા શ્રી નગર સોસાયટી ખાતે રહેતો અને ભક્તિનગર સર્કલ ખાતે તકદીર આઈસ ગોલા નામની લારી ધરાવનાર શખસે કર્ફ્યુ સમયમાં પોતાના ઘરેથી ગોલાના પાર્સલની હોમ ડિલિવરી કરે છે. આ બાતમીના આધારે પોલીસે ગોલાના ધંધાર્થી જયેશ અરવિંદભાઈ વ્યાસ (ઉ.વ 26 રહે શ્રી નગર શેરી નંબર 5 સહકાર મેન રોડ રાજકોટ)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એમ.બી.ઔસુરાની રાહબરીમાં પી.એસ.આઇ બી.બી.કોડીયાતર, એ.એસ.આઈ વિરમભાઈ ધગલ તથા ટીમ પેટ્રોલીગમાં હતી, દરમિયાન કેસરી હિન્દ પુલ પાસે કર્ફ્યુ સમયે ઇગલ ટ્રાવેલ્સની બસ નંબર જીજે 3 વાય 0854 પ્રવેશતા પોલીસે બસ અટકાવી હતી. અને ડ્રાઇવરની પૂછપરછ કરતા બસ જુનાગઢથી સુરત જતી હોય અહીંથી પસાર થયાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ચાલક ગોપાલ વાલાભાઈ મકવાણા (ઉ.વ 34 રહે રૈયાધાર પાણીના ટાંકા પાસે મૂળ જાનીવડલા તાલુકો ચોટીલા) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 


આ ઉપરાંત શહેર પોલીસે રાત્રી કર્ફ્યુ ની કડક અમલવારી દરમિયાન ગઈકાલે રાત્રી કર્ફ્યુ ભંગના વધુ 115 કેસ કયર્િ છે. તેમજ માસ્ક ન પહેરવાના 16 રિક્ષામાં વધુ સવારીમાં મુસાફરી કરવાના 14,દુકાનો પર ગ્રાહકની ભીડ એકત્ર કરી સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરવાના 8 અને હોમ કોરોન્ટાઇન તથા ક્ધટેન્મેન્ટ ઝોનના નિયમો તોડવા બદલ વધુ ચાર સામે ફરિયાદ કરવામાં આવી છે.

 

આજીડેમ ચોકડીએ કડક ચેકિંગ

એસીપી એચ.એલ.રાઠોડની રાહબરીમાં આજીડેમ પી.આઈ વી.જે.ચાવડા તથા આજીડેમ પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ થોરાળા પી.આઈ બી.એમ.કાતરીયા અને સ્ટાફ દ્વારા આજીડેમ ચોકડી ખાતે રાત્રી કરફ્યુનું કડક અમલીકરણ કરાવવામા આવ્યું હતું.

 

 

કોરોન્ટાઇન વ્યક્તિઓને ચુસ્તપણે નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ
એ.સી.પી એસ આર ટંડેલની સુચનાના પગલે હાલમા કોરોના મહામારી દરમ્યાન કોરોના પોઝીટીવ વ્યક્તિને તથા તેમના ઘરના સભ્યોને હોમ કોરોન્ટાઇલ કરવામા આવે છે ત્યારે તેઓ ધરમાં જ રહે બહાર ન નિકળે એ અંગેની સુચના જે હોમ કોરોન્ટાઇલ વ્યક્તિઓ વિરૂધ્ધ કોરોન્ટાઇલ ભંગના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. તેમના એપાર્ટમેન્ટ કે સોસાયટીના અગ્રણીને મળી સુચના આપવામા આવી હતી. જો હોમ કોરોન્ટાઇલ થયેલ વ્યક્તિ ઘરની બહાર નિકળે તો એ.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટેની સુચના આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS