પ્રિયંકાએ શેર કરી બોલ્ડ ફોટો, પત્નીની સુંદરતા પરથી નથી હટતી નિક જોનસની નજર

  • May 25, 2021 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડથી લઈ હોલિવૂડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપડા જોનસના ફેન્સ વિશ્વભરમાં છે. પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકાએ તેની એક્ટિંગથી બધાના હોશ ઉડાડી દીધા છે. પ્રિયંકાએ તેના કરિયરમાં ઘણીવાર ચેલેજિંગ રોલ્સ પણ સ્વીકાર્યા છે. 

 


 

પ્રિયંકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ અંદાજથી ફેન્સને દીવાના કરી દે છે. તેવામાં ફરી એકવાર દેશી ગર્લે તેનો બિંદાસ્ત અવતાર દેખાડ્યો છે. 

 


 

હાલમાં જ પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડના છે. આ સમારોહને મજબાની નિક જોનસે કરી હતી. 

 


 

પ્રિયંકા આ ફોટોમાં ખૂબ બોલ્ડ દેખાય છે. તેણે ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કરી છે. આ ફોટોમાં તેની સાથે પતિ નિક પણ જોવા મળે છે જે એકનજરે પ્રિયંકાને જોઈ રહ્યો છે. ફોટો જોઈ લાગે છે કે જાણે નિકની નજર પ્રિયંકા પરથી હટી જ નથી રહી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS