બીએસએનએલ જયુબિલી બાગ ગ્રાહક કેન્દ્રનું ખાનગીકરણ: માત્ર રોકડ સ્વિકારાશે

  • July 10, 2020 07:20 PM 426 views

બીએસએનએલ દ્વારા રાજકોટમાં જયુબિલી બાગ અને ભક્તિનગર (લોહાનગર) ગ્રાહક સેવા કેન્દ્રોનું ખાનગીકરણ કરવામાં આવતા આ બન્ને કેન્દ્રો ખાતે માત્ર રોકડ બિલ સ્વિકારાશે, ચેકવાળા ગ્રાહકોએ દોઢસો ફૂટ રોડ રૈયા એકસચેન્જનો ધક્કો ખાવો પડશે, તેમ જણાવાયું છે. ભારત સંચાર નિગમ લિમિટેડનું ભક્તિનગર ગ્રાહક સેવા કેન્દ્ર લોહાનગર ઉપરાંત જયુબિલીબાગ ગ્રાહક સેવા કેન્દ્ર બીએસએનએલની પાર્ટનર ફ્રેન્ચાઈઝીને આઉટ-સોર્સ કરેલ હોવાથી ગ્રાહક સેવા કેન્દ્ર પર તા.૧૩થી ફકત રોકડમાંજ બિલ પેમેટ સ્વીકારવામા આવશે. ચેક દ્વારા ચેક દ્વારા કોઈપણ (ચુકવણી: પેમેન્ટ કરવા માટે બીએસએનએલના ગ્રાહકોએ રૈયારોડ ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે જવાનું રહેશે. રૈયારોડ ગ્રાહક સેવા કેન્દ્ર બીએસએનએલના કર્મચારીઓ દ્વારા ઈન હાઉસ ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ રૈયારોડ ગ્રાહક સેવા કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application