અ'વાદમાં સ્થિતિ ભયજનક, ખાનગી વાહનો રસ્તા પર નીકળશે તો થશે ડિટેઈન

  • April 05, 2020 11:11 AM 705 views

 

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 53 થઈ ચુકી છે તેવામાં પોલીસએ પણ કડક વલણ દાખવ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓ, બિલ્ડીંગની અગાસી પર એકઠા થતા લોકો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત વધુ એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 

 

અમદાવાદમાં તમામ ખાનગી વાહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર આજથી અમદાવાદમાં જરૂરી મેડિકલ અને અન્ય સેવાના અને મીડિયાના જ વાહનો ચાલશે. આ સિવાયના તમામ વાહનો પર 14 એપ્રિલ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન જો કોઈ ખાનગી વાહન જોવા મળશે તો તેને ડિટેઈન કરી દેવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application