બ્રિટનના પ્રિંસ ચાર્લ્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

  • March 25, 2020 04:45 PM 557 views

 

બ્રિટનના પ્રિંસ ચાર્લ્સ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા શાહી પરિવારમાં ખળભળાટ મચી ગયો છે.  71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સની તબિયત લથડતા તેમને કોરોના હોય તેવા લક્ષણો જણાયા હતા.  જેના કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સેલ્ફઆઈસોલેશનમાં રહી અને કામ કરતાં હતા. ત્યારબાદ તેમના કોરોનાના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા જે પોઝિટિવ આવ્યા છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સારું છે અને સારવાર શરુ કરવામાં આવી છે. પ્રિંન્સના રિપોર્ટ આવતાં તેમના પત્ની કેમિલાનો પણ રિપોર્ટ કરાવાયો હતો જે નેગેટિવ આવ્યો છે.