બેકાબૂ થતા કોરોનાના સંક્રમણ પર વડાપ્રધાને બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, લેવાય શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

  • April 04, 2021 10:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કોરોના વાયરસના કેસ ફરીથી દેશભરના રાજ્યોમાં વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના નવા કેસ રોજ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થિતિના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં કોરોનાના કેસ સંબંધિત બાબતોની સમીક્ષા કરવામાં આવી અને કોરોના રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી.

 

 

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી આ બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે કોરોના ચેપના મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કોરોનાની આ બેકાબૂ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

 

 

જણાવી દઇએ કે રવિવારે ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ 93,249 નવા કેસ નોંધાયા છે, આ કોવિડ -19 ના સૌથી વધુ કેસ છે જે આ વર્ષે એક દિવસમાં નોંધાયા હોય.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS