વડાપ્રધાન ચાલુ માસ દરમિયાન અમેરિકાની યાત્રા કરે તેવી શક્યતા

  • September 04, 2021 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ માસ દરમિયાન જ અમેરિકાની યાત્રા કરશે તેવી શક્યતા છે અને અફઘાનિસ્તાન સહિતના કેટલાક ગંભીર મુદ્દાઓ પર અમેરિકાના પ્રમુખ બાઈડન સાથે બેઠક થવાની પૂરેપૂરી સંભાવના છે.

 

વડાપ્રધાનની સંભવિત અમેરિકા યાત્રાને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે કારણ કે અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ ઊભી થઇ છે તેને પગલે અમેરિકી પ્રમુખ સાથે ચર્ચા ખૂબ જરૂરી અને મહત્વની બની જવાની છે.

 

સરકારના સૂત્રોએ એવી માહિતી આપી છે કે વડાપ્રધાનની સંભવિત અમેરિકા યાત્રા અંગેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠકો યોજાઈ રહી છે અને સંભવતઃ વડાપ્રધાન ૨૨થી ૨૭ સપ્ટેમ્બર ની વચ્ચે અમેરિકાની યાત્રા કરશે તેવી શક્યતા છે.

 

અમેરિકા નો પદભાર બાઈડને સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ અમેરિકા યાત્રા હશે. અમેરિકી પ્રમુખ સાથે બેઠક દરમિયાન કેટલાક મહત્વના અને ગંભીર મુદ્દા અંગે ચર્ચા મંત્રણા થવાની છે. તાલિબાનના શાસન બાદ પાકિસ્તાનની નીતિ તેમજ ચીન અને પાકિસ્તાન દ્વારા તાલિબાનને આપવામાં આવી રહેલા સમર્થન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

 

વડાપ્રધાન અમેરિકી પ્રમુખ ઉપરાંત કેટલાક સિનિયર અધિકારીઓ અને મંત્રીઓ સાથે પણ ચર્ચા મંત્રણા કરશે તેમ માનવામાં આવે છે. અમેરિકી પ્રમુખ સાથેની ચર્ચા બાદ ભારતની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની બની જવાની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021