રાજકોટનું અભિમાન: પાઈલોટ નિધિ અઢિયાએ વૅક્સિનનો જથ્થો લઇ દિલ્હી, પુના અને હૈદરાબાદ માટે ઉડાન ભરી

  • January 13, 2021 02:01 PM 447 views

સ્પાઇસ જેટમાં પાયલોટ તરીકે ફરજ બજાવતી નિધિને કોરોના સામેની સંજીવની હજારો લોકો સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ: સૌથી નાની વયે પાયલોટ બનેલી નિધિની સફળતાને ટેક ઓફ


કોરોનાકાળ માં ડોક્ટરો, પોલીસ, મીડિયા સહિત અલગ અલગ ક્ષેત્રમાંથી કોરોના વોરિયર્સ ની સેવા કાબિલેદાદ રહી હતી ત્યારે હવે રાજકોટ નું અભિમાન બનશે પાઈલોટ નિધી અઢિયા, રાજકોટની આ દીકરી કોરોનાની સંજીવની વેકસીન લઈ ને ઉડાન ભરશે. સ્પાઈસજેટ માં મહિલા પાયલોટ તરીકે ફરજ બજાવતી નિધિ અઢિયા ને વેકસીન નો જથ્થો દિલ્હી થી પુણે અને ત્યાંથી હૈદરાબાદ સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આજે બપોરે દિલ્હીથી પુના માટે નિધિ એ ઉડાન ભરીને ત્યાં વેકસીન નો જથ્થો પહોંચાડ્યો હતો ત્યારબાદ ફરી હૈદરાબાદ માટે ટેક ઓફ થઇ અને ત્યાં વેકસીન પહોંચાડયું છે.


સૌથી નાની વયે પાયલોટ બનવા નું બિરુદ ધરાવતી અને ભાજપ્ના પૂર્વ નગરસેવક બીપીનભાઈ અઢિયા ની પુત્રી નિધિએ કોરોના સમયે પણ અનેક વખત વોરિયર્સ તરીકેની ફરજ નિભાવી છે ત્યારે ફરી એક વખત કોરોના ની આ વેકસીન ને લોકો સુધી પહોંચાડવા માટેની અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઇને સૌથી વધુ તેના મમ્મી માલતીબેન અને પપ્પા બીપીનભાઈ તેમજ કેનેડા સ્થિત તેનો નાનો ભાઈ મીથિલેસ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. આજકાલ સાથેની વાતચીતમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન બીપીનભાઈ અઢિયા ભાવુક થતા જણાવે છે કે, કોરોના ના સમયમાં પણ મારી દીકરી એ સૈન્ય જવાના ની ફરજ બજાવી છે. મારા ઘરે આવી દીકરીનો જન્મ થયો એ મારા માટે ધન્ય ઘડી છે. મારી પુત્રી હજારો લોકોને વેકસીન પહોંચાડીને અનેક પરિવારોની દીકરી બનશે. સ્પાઇસ જેટનું પેસેન્જર પ્લેન ઉડાડતી નિધિ ને વેકસીન લઈ ને આવવા માટે કાર્ગો વિમાન ઉડાડવા ની જવાબદારી સોંપવામાં આવતા તેની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. તે જણાવે છે કે, આ કાર્યને હું મારું સારુ કોઈ કર્મ માનું છું અને ગુરુદેવ રણછોડદાસજી મહારાજ અને શ્રીનાથજી બાવા ના આશીવર્દિથી જ કોરોના સામે ચાલતા આ યુદ્ધમાં મને મહત્વ રૂપ કામગીરી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application