મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ, પીએમ મોદી અને સીએમ યોગી ભૂમિપૂજનમાં હતા તેમની સાથે

  • August 13, 2020 01:02 PM 277 views

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટવ છે. તેમની ઉંમર 82 વર્ષ છે. નૃત્ય ગોપાલ દાસ બુધવારનાં રોજ જન્માષ્ટમી નિમિત્તે મથુરા ગયા હતા. ત્યામ તેમની તબિયત અચાનક લથડતા મેડિકલ ટીમ દ્વારા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 

5 ઓગસ્ટના રોજ થયેલા રામ જન્મભૂમિ કાર્યક્રમમાં મહંત નૃત્ય ગોપાલ દાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર સાથે જ બિરાજમાન હતા. તેમજ યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે જોવા મળ્યા હતા. તેમણે ફોન દ્વારા મહંતની તબિયતની જાણકારી લીધી હતી. મહંતને હાલ મથુરાની મેદાંતા હોસ્પિયલમાં ખસેડવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application