BREAKING NEWS

લાલપુર સરપંચ એસોસિએશન દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ અધિકારીને રજુઆત

  • May 22, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર સરપંચ એસોસિએશન દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ અધિકારીને રજુઆત

લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયાને તાજેતરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ અગાઉ પણ સભ્ય પર હીંચકારો હુમલો થયો હતો. આ બાબતથી લાલપુર સરપંચ એસોસિએશનમાં ભારે વિરોધ નોંધાવી પોલીસમાં આ અંગેની રજૂઆત કરી છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગ કરી છે.

લાલપુરમાં સરપંચ એસોસિએશન દ્વારા પીઆઇને મુખ્ય રજૂઆત કરાઈ હતી કે લાલપુર શહેરમાં તાજેતરમાં સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી,જેના અનુસંધાને સરપંચ એસોસિએશન દ્વારા પીઆઇને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેમજ લાલપુર શહેર અને પંથકમાં કાયદો અને વ્યવસ્થા અને જળવાઈ રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application